પ્રોહી બુટલેગરને પાસા અન્વયે અટકાયતી પગલાં ભરતાં જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી નાઓએ હુકમ કરતાં પાસાના વોરન્ટની બજવણી કરી ડીટેઇન કરી આરોપીને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, મોડાસા

                          ગુજરાત સરકારના ગૃહ વિભાગના પાસા કાયદામાં સુધારા અંતર્ગત ગુન્હેગારોને ગુન્હાના કામે અટકાયત માટેની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકનાઓએ બાયડ ખાતેના પ્રોહી બુટલેગરને પાસા અન્વયે અટકાયતી પગલાં ભરતાં જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી નાઓએ હુકમ કરતાં પાસાના વોરન્ટની બજવણી કરી ડીટેઇન કરી આરોપીને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપતી એલ.સી.બી. અરવલ્લી

ગુજરાત સરકારના ગૃહ વિભાગના પાસા કાયદામાં સુધારા કરવામાં આવતાં સરકારની સુચના મુજબ આવી કામગીરી અસરકારક કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ આ કામગીરી અસરકારક કરી સમાજમાં પ્રવર્તતી અસામાજીક પ્રવૃત્તિ દુર કરવા જણાવવામાં આવેલ.
જે તેઓ દ્વારા આપેલ સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રોહીબીશનના બુટલેગરો ઉપર ચોકકસ કાર્યવાહી કરી આવી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવી શકે તે દિશામાં અટકાયતી પગલાં ભરતાં બાયડ ખાતે આવેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અને અને સદર આરોપીની પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લાવી હેરાફેરી અને વેચાણ કરી સમાજમાં દારૂનું દુષણ ફેલાવી રાજયની દારૂબંધીની નીતિ વિરૂઘ્ધ ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિ કરવાની તેમજ વિદેશી દારૂની મોટા જથ્થામાં ગેરકાયદેસર અસામાજીક પ્રવૃત્તિના કરવાની અને અસામાજીક પ્રવૃત્તિ ગુજરાત રાજયની જાહે૨ નીતિમય વ્યવસ્થા અને સમાજની સુખ શાંતિ માટે ૫ડકા૨રૂ૫ હતી તેમજ ગુન્હાહિત પ્રોહીબિશનની પ્રવૃતિ કરવાનો પૂર્વ ઇતિહાસ ધરાવતો હોઇ જેથી તેની આવી ગે.કા પ્રવૃતિ સદંતર અટકાવવી અને નેસ્ત નાબુદ કરવી અતિ આવશ્યક જણાઇ આવતાં સદરી ઇસમ રવિભાઇ મોહનભાઇ ઉર્ફે મોયાભાઇ મારવાડી (સલાટ) રહે. બાયડ રેલ્વે ફાટક પાસે, બાયડ તા.બાયડ જિલ્લો અરવલ્લી નાને કલેકટર અને જિલ્લા મેજી. અરવલ્લીનાઓ દ્વારા હુકમ કરતાં પોલીસ ઇન્સ. આર.કે.પરમાર, એલ.સી.બી. અરવલ્લી તથા એલ.સી.બી. ટીમ દ્વારા પાસા વોરન્ટની બજવણી કરી પાસા અન્વયે ડીટેઇન કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં સફળ રહેલ છે.
આમ પોલીસ અધિક્ષકસા અરવલ્લી મોડાસા નાઓ દ્વારા દારૂની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અન્વયે ગુન્હેગારો સામે અટકાયતી પગલાં ભરવાની સારી કામગીરી કરવામાં સફળ રહેલ છે. પકડાયેલા આરોપી માં
રવિભાઇ મોહનભાઇ ઉર્ફે મોયાભાઇ મારવાડી (સલાટ) રહે. બાયડ રેલ્વે ફાટક પાસે, બાયડ તા.બાયડ જિલ્લો અરવલ્લી.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment