ભરૂચ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં”સુપોષણ સંવાદ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભરૂચ

તા.૨૦ માર્ચ ૨૦૨૩ થી તા.૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ભરૂચના આમોદ તથા અંકલેશ્વર ઘટક દ્વારા તા.૨૦ માર્ચ ૨૦૨૩નાં રોજ પોષણ પખાવાડીયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ “સુપોષણ સંવાદ”માં સગર્ભા માતા/ ધાત્રી માતાને પ્રથમ વારની સગર્ભાને શ્રીફળ,સાકાર અને કઠોળની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસુતિબાદ ની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ધાત્રી માતા અને બાળકની સંભાળ અંગે આરોગ્ય અને પોષણની સમજ આપવામાં આવી હતી. સ્તનપાનનું મહત્વ તેની સાચી પદ્ધતિ અને ખાસ પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજ આપવામાં આવી હતી બાળકમાં ૬ માસ પૂરા થયેથી ઉપરી આહારની શરૂઆતનું મહત્વ, આહાર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.આહાર અને પોષણ અંગેની માન્યતાઓ અને વૈજ્ઞાનિક બાબતોની સમજ આપવામા આવી હતી.

Related posts

Leave a Comment