અરવલ્લી જીલ્લા એલ.સી.બી. દ્વારા પો.અધિ.ની પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન વિદેશી દારૂ બોટલ, એક રીક્ષા, મોબાઇલ જેવા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,

            પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ ધ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોકત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્‍સ્પેકટર, એલ.સી.બી અરવલ્લી નાઓ દ્વારા ટીમ વર્ક દ્વારા કામગીરી કરતાં એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) અ.હેડ.કોન્સ સંજયકુમાર મનોજભાઇ (ર) આ.હે.કો.પ્રમોદચંન્દ્ર સુખદેવપ્રસાદ (૩) અ.હે.કો. ઇમરાનખાન નજામીંયા સાથે આજરોજ પ્રોહી પેટ્રોલીંગમાં શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તાર હતા. શામળાજી થી મોડાસા આવતા રોડ ઉપર આવતા રોડ ઉપર નાકાબંધીમાં હતા દરમ્યાન શામળાજી બાજુથી એક રીક્ષા આવતાં પોલીસની નાકાબંધીને જોઇ રીક્ષાને ભગાડેલ. જે રીક્ષાને લાલપુર પાસે જતાં પકડી પાડી ચેક કરતાં સદર રીક્ષા કિ.રૂ.૭૦,૦૦૦/- ની માં વિદેશી દારૂ બોટલ નંગઃ ૩૦ કિ.રૂ.૫૪૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૩૦૦/- નો મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૮૦,૭૦૦/- નો સાથે એક આરોપી ક્રિરપાલસિંહ રજુસિંહ પરમાર રહે.સોનાસણ (જાબ ચીતરીયા) તા.ભીલોડા જી.અરવલ્લી વાળાને પકડી લેવામાં આવેલ.


આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા રીક્ષામાં વિદેશી દારૂ સાથે એક આરોપી પકડી પાડવામાં સફળતા સાંપડેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા 

Related posts

Leave a Comment