ઉત્તર ગુજરાત ની બનાસ ડેરી ની ચૂંટણી માં રંગ જામ્યો પૂર્વ ચેરમેન નો વળાંક

હિન્દ ન્યૂઝ, પાલનપુર

                         બનાસકાંઠા ના પાલનપુર માં અને ઉત્તર ગુજરાત ના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા બનાસ ડેરી ની ચૂંટણી માં દિવસે ને દિવસે નવી વાતો અને આજ ના દિવસે એક નવો વળાંક જોવા મળ્યો હતો. જેમાં બાવીશ વર્ષ સુધી બનાસડેરી ના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા પરથી ભટોળ એ વર્તમાન ચેરમેન શંકર ચૌધરી સામે પાલનપુર બેઠક પર ઉમેદવારી નોધાવી હતી. જે આજ રોજ પરથી ભટોળ એ આ ઉમેદવારી નું ફોર્મ પાછું ખેંચતા ચર્ચાસ્પદ નો વિષય બન્યો હતો. જેમાં શંકર ચૌધરી ની પેનલ માં ભરત પટેલ ની જીત ની શક્યતા વધી ગઈ છે. જેથી કોરોના મહામારી વચ્ચે આગામી દિવસો માં યોજાનારી ચૂંટણી એ રાજકીય રંગ પકડી રહી છે.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment