બનાસકાંઠા જિલ્લાનું તથા હિન્દવાણી રાજપૂત સમાજનું ગૌરવ વિમલાબેન

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની વર્ષ ૨૦૧૯-૨૦ની એમ.એ.સેમેસ્ટર-૦૪ની પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લેવાઈ હતી. જેમાં હિન્દવાણી રાજપૂત સમાજની લાખણી તાલુકાના લવાણા ખાતે આવેલ આર્ટ્સ કોલેજ લવાણા અને લોકનિકેતન વિનય મંદિર લવાણા ની ભૂતપૂર્વ વિધાર્થીની અને લવાણા ગામની દીકરી વાઘેલા (રાજપૂત) વિમળાબેન હીરાભાઈએ ૮૪% જેવી ઉચ્ચ ટકાવારી મેળવીને હિન્દવાણી રાજપૂત સમાજનું, લવાણા ગામનું અને કુટુંબનું ગૌરવ વધારેલ છે. તેમની શૈક્ષણિક સફળતામાં પિતા હીરાભાઇ પી.વાઘેલા (પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય લવાણા), ડૉ.યુ.કે.રાજપૂત (પ્રમુખ હિન્દવાણી રાજપૂત સમાજ કેળવણી મંડળ અને આદ્ય સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી આર્ટ્સ કોલેજ લવાણા), તેણીના પતિ દિલીપસિંહ આર.પઢિયાર(રાજપૂત) જેતડા(થરાદ),તેણીના સસરા રામજીભાઈ એમ.પઢિયાર (રાજપૂત) જેતડા(થરાદ), તેણીના સાસુ, સમગ્ર કુટુંબ અને શિક્ષકોના સહકારથી તેઓએ સફળતા મેળવી સમાજનું અને કુટુંબનું નામ રોશન કર્યું છે. તે તબ્બકે તમામ સ્નેહિજનો દીકરીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Related posts

Leave a Comment