વાંકાનેર સીટી પોલીસે અંગ્રેજી દારૂ ની બોટલ સાથે લિંબાળા ના યુવાનને ઝડપી લીધો

હિન્દ ન્યૂઝ, વાંકાનેર,

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની કડક સૂચના અનુસાર મોરબી શહેર જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ ને નષ્ટ નાબૂદ કરવાના આદેશ અનુસાર વાંકાનેર સીટી પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. સોનારા અને ડી સ્ટાફ ની ટીમ દ્વારા વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં બાજ નજર રાખી સતત પેટ્રોલિંગ શરૂ કરતા ચોક્કસ બાતમીના આધારે લિંબાળા ના ખંભાળા ગામના માર્ગ પર રહેતા રજાક અબદુલભાઇ કડીવાર પોતાના કબજા ભોગવટામાં રહેણાંક મકાન માંથી ગેરકાયદેસર અંગ્રેજી દારૂ રાખી વેચાણ કરતો હોય, તેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટી અંગ્રેજી દારૂની બોટલ સાથે એક મોબાઇલ સહિત કુલ મુદ્દામાલ રૂપિયા ૧૦.૫૫૦/- સાથે ઝડપી પાડી પો.હી કલમ ૬૫ એ એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ ના પી.આઈ ના માર્ગદર્શન થી ડી સ્ટાફે ઝડપી પાડેલ છે. આરોપી તસવીરમાં દારૂની બોટલ સાથે નજરે પડે છે.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment