દિયોદર વિવિધ સંસ્થા દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ નું સન્માન

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર તાલુકા પંચાયત કચેરી માં નવનિમિત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન ચૌહાણ નું વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજરોજ દલિત સમાજ દ્વારા સન્માન અને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને પ્રમુખ અને ઉપપ્રમુખ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શાંતિ લાલ ગાગોલ, નરસીભાઈ પરમાર, મેવાભાઈ પરમાર, સરપંચ, કાળાભાઈ ધનકવાડા, પ્રકાશભાઈ છાપરા અને સમાજ ના આગેવાન મોટી સંખ્યા માં હાજર રહયા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ નું સન્માન કરવામાં આવતા આભાર વ્યક્ત કરવામાં આવ્યું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment