અમરેલી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓની પ્રથમ મીટીંગ યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

સમસ્ત બ્રહ્મહસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા નવ નિયુક્ત 12 જિલ્લાનાં જિલ્લા પ્રમુખ, મહામંત્રી, ટ્રસ્ટી પ્રમુખ ની પ્રથમ કારોબારી મિટિંગ અમરેલી ખાતે યોજવામાં આવેલ. એમાં તમામ પદાધિકારીઓ ને સન્માનિત કરી એમના જિલ્લા ની કામગીરી ની રજુઆત કરવામાં આવેલ. તમામ જિલ્લાઓ ખુબજ સરસ કામ કરી રહિયા છે. સમાજ માટે એમના વિચારો સાંભળી નવા કાર્યક્રમોનું આયોજન કરેલ જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ અલ્પેશભાઈ ભટ્ટ, ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ બોટાદ થી પ્રમુખ ભુપતભાઈ પંડિયા, મોરબી થી જેમણે અમરેલી જિલ્લા અને જામનગર માં સરસ કામગીરી થઈ રહી છે એની નોંધ લીધેલ હતી અને જામનગર જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા પ્રમુખ પ્રીતિબેન શુકલ નું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવેલ. જેની તમામ જિલ્લા માં વિશેષ નોંધ લેવામાં આવેલ જે જામનગર જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ ત્રિવેદી, શહેર મહામંત્રી હિરેનભાઈ કનેયા, જિલ્લા યુવા મંત્રી વિમલ જોષી, શહેર યુવા મહામંત્રી જનકભાઈ ખેતિયા, મંત્રી મીનાબેન જ્યોતિશી એ તમામ જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મહસમાજ નું ગૌરવ વધારેલ છે.

Related posts

Leave a Comment