ગોંડલસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા) નો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય રાજકોટ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુશંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા સાહેબ એસ.ઓ.જીના સ્ટાફ સાથે ગોંડલીસીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. ધમેન્દ્રભાઇ ચાવડા, જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, પો.કોન્સ.રણજીતભાઇ ધાધલનાઓને સંયુકતરીતે ખાનગી રાહે હકિકત મળેલ કે રણજીત જીયુત તીવારી રહે.હાલ જામવાડી જી.આઇ.ડી.સી. સીગ્મા કેબલ નામના કારખાનાની ઓરડીમાં તા.ગોંડલ જી.રાજકોટવાળો ગોંડલ રેલ્વે સ્ટેશન પાસે ગે.કા.નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ/હેરફેર કરવાના ઇરાદે ઉભો હોવાની હકિકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા આરોપીના કબ્જામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૩ કિલો ૫૦૦ ગ્રામ જેની કિ.રૂ.૩૫,૦૦૦/-સાથે ઝડપી પાડી ગોંડલસીટી પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓ માં રણજીત જીયુત તીવારી જાતે બ્રાહ્મણ ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.હાલ ગોંડલ જામવાડી જી.આઇ.ડી.સી. સીગ્મા કેબલ કારખાનાની ઓરડીમાં તા.ગોંડલ જી.રાજકોટ મુળ નરહન કલા પોસ્ટ.મૈઢી જી.ચંદ્રોલી (ઉત્તરપ્રદેશ) તેમજ કબ્જે કરેલ મુદ્દામાલમાં (૧) વનસ્પતિજન્ય માદક-પદાર્થ ગાંજો ૩ કિલો ૫૦૦ ગ્રામ જેની કિ.રૂ.૩૫,૦૦૦/-, (૨) મોબાઇલ નંગ-૦૧ જેની કિ.રૂ.૧,૦૦૦/-, (૩) રોકડ રૂપીયા ૨૦૦/- કુલ કિ.રૂ.૩૬,૨૦૦/-. સાથે કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા, પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેશભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, ડ્રા.પો.કો. દિલીપસિંહ જાડેજા હતા.

અહેવાલ : આશિષ વ્યાસ, રાજકોટ

Related posts

Leave a Comment