જામનગર ખાતે ગત માહ રોટરી કલબ સેનોરાસ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જામનગર

જામનગર ખાતે રોટરી કલબ સેનોરાસ દ્વારા ‘ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા’ નું પરિણામ ૨૮ઓગસ્ટ ના જાહેર કરાયુ હતું. જેમાં અલગ અલગ તાલુકા અને જિલ્લાઓ માથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભારત ની બહાર કેનેડા તેમજ યુ. એસ થી પણ સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં સ્પર્ધકો એ અવનવી ગણેશ ની મૂર્તિઓ બનાવી પોતાની કલા લોકો સમક્ષ બહાર લાવ્યા હતા. જે સ્પર્ધક વિજેતા નિયુક્ત થયા હતા. તેઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણ રાખવામાં આવ્યું. જેમાં મુખ્ય ત્રણ ઇનામ રાખવામાં આવ્યા. બાળા ને અને યુવા ને પણ આમ ત્રણ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માં જજ તરીકે રિદ્ધિ કામાણી એ સેવા આપી હતી. બાળકો ના ગ્રુપમાં પ્રથમ વિજેતા તરીકે નેહા ઈસ્લાનીયા, દ્વિતીય નિધિ ઇસ્લાનીયા, તૃતીય નંબર વિધિ હરિયા અને આશિકા મહેતા ને મળેલ. સાથે યુવા ગ્રુપમાં પ્રથમ સુજી કેવડીયા, દ્વિતીય ડો.ખ્યાતિ સુદ ને મળેલ. વધુમાં જામનગર બહાર ના સ્પર્ધકોમાં પ્રથમ ડો.ધરતી ડાભી, દ્વિતિય પરેશ જોષી (જલગાંવ, મહારાષ્ટ્ર), તૃતીય રાઘવ વિરઘે (અંબલેજોગાઇ, મહારાષ્ટ્ર), તેમજ ભારત બહાર કેનેડા તથા યુ.એસ. થી પણ નામ નોંધાવેલ હતા.

વિજય થયેલ વિજેતાઓ ને મીનાક્ષી શાહ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું. બધાજ સ્પર્ધકો ને ઇનામ ની સાથે ઈ-સર્ટિફિકેટ પણ આપવા માં આવ્યા. રોટરી કલબ સેનોરાસ નાં ખુબ જ સક્રિય પ્રમુખ ડો. પ્રવિણા સંતવાણી, પૂર્વ પ્રમુખ નિશા અય્યર અને પ્રોજેક્ટ ચેર પ્રાચિ કિરકોલ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતું. તેમજ આવનાર દિવસોમાં સંસ્થા તરફ થી આમ જ અનેકોનેક કાર્યક્રમો કરી બાળકોને પ્રોત્સાહન આપતા રહીશું આમ જણાવ્યું.

Related posts

Leave a Comment