મોરબી,
ગત રોજ વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે ફરી એક વાર અબોલા જીવ નું ગત તા. 06-09-2020, નાં સાંજે 7:50 વાગ્યે અબોલ આખલો નો અકસ્માત હાઈડ્રો, ક્રેઈન નંબર GJ10-AF1242 નાં ડ્રાયવર ની બેદરકારી તેમજ માટેલ રોડ અતિ ખરાબ હોવાના કારણે આ અબોલ જીવ ખૂટ્યા નું મૃત્યુ પામેલ હતું. તેની જાણ સ્થાનિક લોકોને થતા મોરબી નાં ગૌરક્ષક પ્રમુખ એવા કાળુભાઈ કે. પાચિયા ને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પોંહચી ખુટીયાને મુત્યુ પામેલ હાલતમાં જોઈ હાઈડ્રોના માલિકને બોલાવ્યા તેમજ માલિક પાસે આ ખૂટ્યો નાં જીવ પાછો તો ન લાવી શકાય પરંતુ નજીકની ગૌશાળા માં રૂ.5500 દાન લખાવી અન્ય જીવો નાં જીવનદાન મળી રહે તે હેતુ થી ગૌશાળા ની ઓફિસે આ રકમ પોંહચાડવા અપીલ કરી તેમજ ગૌરક્ષક કાળુભાઈ કે. પાચિયા ઘટના સ્થળે થી આખલાને યોગ્ય જગ્યાએ ઊંડો ખાડો ખોદી દફનવિધિ કરી, માથે મીઠું નાખી આ મામલો ઘટનાસ્થળે થાળે પાડ્યો હતો.
રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી