ખેડુતો હળ અને બળદની મદદ વિના વાવણી કરી શકે તેવા સાધનનો એક યુવાને આવિષ્કાર કયૉ

નેત્રંગ,

તા.૨૪-૮-૨૦૨૦ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મોટાભાગના ખેડુતો ડુંગરાળ વિસ્તારમાં ખેતી થતી હોય છે ત્યારે ખેડુતો હળ અને બળદની મદદ વિના વાવણી કરી શકે તેવા સાધનનો એક યુવાને આવિષ્કાર કર્યો છે, પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ ખેડુતો ખેતરમાં બળદોની મદદથી હળ ચલાવતાં નજરે પડતાં હોય છે.,ગરીબ ખેડુતો કે જેમની પાસે બળદ નથી તેઓ પોતાના હાથથી હળ ખેંચતાં હોય છે, અને હાલના સમયમાં ખેડુતો ટ્રેકટર,કલ્ટી, પ્લાવ અને ઓરણીયા વડે ખેતીકામ કરતાં હોય છે, પરંતુ નાના સીમાંત જે ખેડુતો હોય છે,તે ખેતીમાં આધુનિક ખેતઓજારનો ઉપયોગ કરી શકતા નથી, તેવા સંજોગોમાં નાના સીમાંત ખેડુતો વાવણી અને તમામ પ્રકારના ખેતીકામ સરળતાથી કરી શકે તે માટે નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના શશીકાંતભાઇ મિસ્ત્રી સંતાન અને નેત્રંગ ખાતે ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતાં દિવ્યાંગ મિસ્ત્રીએ અનોખી શોધ કરી છે,

તેમણે સાયકલ જેવું વાવણી માટેનું મશીન બનાવ્યું છે. આ મશીનને સરળતાથી ગમે ત્યાં લઇ જઇ શકાય છે અને તેને ચલાવવા માટે બળદની જરૂર પડતી નથી. એક મુલાકાતમાં દિવ્યાંગ મિસ્ત્રી જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત મે આ મશીનનું નિર્માણ કર્યું છે,તેની કિમંતમાં પણ સસ્તુ હોવાથી નાના સીમાંત આદિવાસી ખેડુતો પણ મશીનનો ઉપયોગ કરી ખેતી કરી આત્મનિર્ભર બની શકશે.

રિપોર્ટર : સતિષભાઇ દેશમુખ, નેત્રંગ

Related posts

Leave a Comment