હિન્દ ન્યૂઝ, ડભોઇ
ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઈ પટેલ ની આજરોજ 93 મી જ્ન્મ જયંતિ નિમિત્તે ડભોઇ શહેર તથા તાલુકા ના કોંગ્રેસ ના આગેવાનો તેમજ કાર્યકરો દ્વાર ડભોઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચીમનભાઈ પટેલ ની તસ્વીર ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. સ્વ ચીમનભાઈ પટેલ નો ડભોઇ સાથે બહુ જુનો નાતો છે અને ડભોઇ સાથે ચીમનભાઈ પટેલ ની ઘણી બધી યાદો સંકળાયેલ છે. ડભોઈ ની નજીક સંખેડા તાલુકા ના કોસિન્દ્ર ગામે ચીમનભાઈ પટેલ નો જન્મ થયો હતો અને ડભોઇ માં તેઓ એ લગ્ન કર્યા હતા જેથી ડભોઇ ના જમાઈ તરીકે તેઓને ડભોઇ માં યાદ કરવામાં આવે છે. સ્વ ચીમનભાઈ પટેલ ના અથાગ પ્રયત્ન થી જ ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા બંધ નું બાંધકામ શક્ય બન્યું અને આજે સમગ્ર ગુજરાત સહિત પાડોશી રાજ્યો ને પણ નર્મદા બંધ નો ફાયદો મળી રહ્યો છે. તેઓની નીડર કાર્યશૈલી ના કારણે જ તેમને છોટે સરદાર ના નામ થી ઓળખવા માં આવતા. ડભોઇ તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ડભોઇ શહેર પ્રમુખ ડો જીમીત ઠાકર ની આગેવાની માં ડભોઇ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે સવારે પાર્ટી ના આગેવાનો તેમજ કાર્યકરો એ હાજર રહી સ્વ.ચીમનભાઈ પટેલ ની તસ્વીર ને પુષ્પઅર્પણ કરી તેઓને યાદ કર્યા હતા.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ