હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકાના ગોલવી ગામે થી લવાણા જતાં સોનાના દાગીના ભરેલી થેલી બાઈક પરથી રોડ પર પડી ગયેલ હતી . જેમાં ૬ થી ૭ લાખના દાગીના હોવાનું જાણવા મળ્યું છે. છતાં, મકડાલા ગામના અત્યંત ગરીબીમાં જીવન ગુજારો કરતા વાલ્મીકિ હેમાભાઈ કાળાભાઈ રહે.. મકડાલા એ ઈમાનદારી બતાવી પોતાને મળેલ થેલી કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર મૂળ માલિકને પરત કરેલ છે. કોરોના કાળમાં હાલના આવા કપરા સમયમાં પણ તેઓ ની ઈમાનદારી જોઈ કેવા માટે કોઈ શબ્દ પણ નથી. તેઓ પણ ગરીબી રેખા નીચે જીવન જીવે છે છતાં પણ તેઓ પોતાની ગરીબી સામે જોયા વગર ઈમાનદારીને ના છોડી. ધન્ય છે એમની ઈમાનદારી ને.
ક્યારેક સાવ સામાન્ય અને ગરીબી માં જીવતો માણસ આટલું મોટું કામ કરી જાય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. પોતે પોતાનું તો નામ ઈમાનદારી થી ઊંચું કર્યું જ છે સાથે સાથે પોતાના કુળ અને પોતાના મકડાલા ગામનું નામ પણ ઊંચું કર્યું છે. થેલી માલિકે પણ એમની ઈમાનદારીની કદરરૂપે એમને ગામલોકોની રૂબરૂમાં ભેટ આપી એમની એમની કદર કરી.
આવા સમયમાં પણ ઈમાનદારી નુ ઉત્તમ ઉદાહરણ એટલે વાલ્મીકિ હેમાભાઇ કાળાભાઈ મકડાલા અને તેમની પત્ની કેશરબેન હેમાભાઈ વાલ્મીકિ એ રોડ પર મળેલ લુંગડાની થેલી રોડ પર પડેલી જોઈ બાઇક વાળા ભાઈ ના બાઇક પરથી પડી જતાં થેલી ઘરે લાવી મૂકી રાખી હતી જ્યાં જ્યાં મૂળ માલિક રૂડાભાઈ દેવાભાઇ ગોલેતર (રાજપૂત) ગામ લવાણા વાળાની હોવાની દાગીના અને રોકડ ભરેલ થેલી પરત કરી ઈમાનદારી દાખવી હતી. જે બદલ મકડાલા ગામના સરપંચ હમીર ભાઈ પટેલ અને ગામના લોકો ને સાથે રાખી છ થી સાત લાખના દાગીના ૧૧ તોલા સોનું મૂળ માલિક પરત કરતા હેમાભાઈ વાલ્મીકિ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને રોકડ રકમ રૂપે ભેટ આપી હતી. જેઓ હેમા ભાઈ વાલ્મીકિ સ્વીકારવાની ના પાડી હોવા છતાં મૂળ માલિક દ્વારા ખુશ થઈ લોકોમાં ઈમાનદારી તરફ પ્રેરાય એજ આજના કોરોના કાળમાં ખૂબ અગતયનું બન્યું છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર