રાજકોટ જિલ્લા માટે એક વધુ ગૌરવની ક્ષણ! 

હિન્દ ન્યુઝ, રાજકોટ 

🚭 રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) હેઠળ કેન્દ્ર સરકારના M.I.S.-NTCP પોર્ટલ પર ઉત્તમ કામગીરી બદલ રાજકોટ જિલ્લાને રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો છે. જે રાજ્ય તમાકુ નિયંત્રણ સેલ – ગાંધીનગર અને Faith Foundation દ્વારા એનાયત કરવામાં આવ્યો છે, જે રાજકોટની વ્યસનમુક્તિ માટેની નિષ્ઠા અને પ્રયત્નોને ઉજાગર કરે છે.

રાજકોટ જિલ્લામાં ચાલી રહેલી આ મહત્વપૂર્ણ કામગીરીમાં નીચે મુજબની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

🔹 તમામ ૧૦૮૭ શાળાઓ તમાકુમુક્ત બનાવાઈ

🔹 ૬૦ કેસ હેઠળ રૂ. ૯૨૩૦નો દંડ વસૂલ

🔹 દરેક તાલુકામાં જાહેર આરોગ્ય કેન્દ્રો દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પ

🔹 વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે સમગ્ર જિલ્લામાં વ્યાપક જાગૃતિ અભિયાન

🔹 સમગ્ર પ્રક્રિયામાં કાઉન્સેલર શ્રી નરેશભાઈ ભૂતિયાનું વિશિષ્ટ યોગદાન, જેમને રાજ્યકક્ષાએ સન્માનિત કરાયા

🫱🏼‍🫲🏼 કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન, તેમજ મુખ્ય આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફુલમાલી અને ટીમના સક્રિય સહયોગથી વ્યસનમુક્તિ માટેની કામગીરી નવી ઊંચાઈએ પહોંચી છે.

🎯 આગામી સમયમાં, રાજ્ય સરકાર, જિલ્લા તંત્ર અને વિવિધ સામાજિક સંસ્થાઓ મળીને તમાકુ તથા અન્ય વ્યસનો સામે સામૂહિક જાગૃતિ ફેલાવશે અને વ્યસનમુક્ત સમાજ તરફ મજબૂત પગલાં ભરશે.

📢 એક સંકલ્પ આપણી તરફથી:

“નહીં ખાએ તમાકુ, જીએ સ્વસ્થ જીવન!” 🌱

Related posts

Leave a Comment