રાજકોટની નવી કલાયાત્રાનો આરંભ!
હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત, આ નવીનતમ અને આધુનિક આર્ટ ગેલેરી હવે સૌરાષ્ટ્રના લાખો કલાપ્રેમી જનતાને સમર્પિત છે.
🖼️ આ માત્ર ગેલેરી નથી – અહીં છે ભાવનાઓ, અભિવ્યક્તિ અને સપનાનું મંચ!
👇 આવો સાંભળીએ કલાજગતની વિભિન્ન પ્રતિભાઓને…
🔸 “આ એક સુખદ ઘટના છે!”
સ્થાપત્યકાર કિશોરભાઈ ત્રિવેદી જણાવે છે:
“અહીં હવે સોલો એક્ઝિબિશનથી લઈને વર્કશોપ અને સેમિનાર સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે – આ ગેલેરી, રાજકોટની કલાસંસ્કૃતિ માટે એક ઐતિહાસિક મણકું બનશે.”
🔸 “સૌરાષ્ટ્રના છેવાડાના કલાકાર માટે ગૌરવ!”
રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશભાઈ ક્યાડાના શબ્દોમાં :
“હવે છેવાડાના ગામડાંનો કલાકાર પણ પોતાની બેનમૂન કૃતિઓને દુનિયા સામે રજૂ કરી શકશે.”
🔸 “કલાપ્રેમી રાજકોટની ઓળખ વધશે!”
ફાઇન આર્ટ અને ઈન્ટિરિયર ડિઝાઇન એક્સપર્ટ શ્રીમતી મિતાબેન ભટ્ટ કહે છે:
“આગામી પેઢી માટે આ ગેલેરી કળાની ગેરંટી બને તેવી આશા છે. આ એક શહેરની કલાસંસ્કૃતિને જીવંત રાખે એવી ભેટ છે.”
🔸 “સૌરાષ્ટ્રનું સૌથી મોટું આર્ટ સેન્ટર તૈયાર!”
ફાઇન આર્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ શ્રી વિરેશભાઈ દેસાઈ ઉમેરે છે:
“રાજ્ય સરકાર અને કોર્પોરેશનના સહયોગથી કલાકારો માટે આ ગેલેરી ઉપયોગી સ્થળ બની રહેશે.”
🌈 અત્યારે બસ શરૂઆત છે – આગળ ચાલુ રહેશે કલાનું મહાપર્વ!
ચાલો, મિત્રો… અહીં આવીને અનુભવો કલાના રંગોથી રંગાયેલી પળો!
📍રેસકોર્ષ, રાજકોટ
📅 દરેક કલાકાર અને કલાપ્રેમી માટે ખૂલ્લો છે દરવાજો!
