ભાભર તાલુકા ના ખારા ગામે ગતરાત્રિના દરમિયાન અચાનક હવામાનમાં પલ્ટો આવતા આકાશી વીજળી ત્રાટકતા બે ભેંસોના મોત

હિન્દ ન્યૂઝ, ભાભર 

બનાસકાંઠા જિલ્લા ના ભાભર તાલુકા ના ખારા ગામે ગતરાત્રિના દરમિયાન અચાનક હવામાનમાં પલ્ટો આવતા આકાશી વીજળી ત્રાટકતા બે ભેંસોના મોત જ્યારે એક પાડી લુંલી બની, જ્યારે મીઠા ગામે ખેતરમાં મકાન ના ઢાળીયા પતારાઓ ઉડયા હતા. 

    બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં ગતરાત્રિના ના બે વાગ્યે લોકો સૂતા હતા ત્યારે અચાનક વાતાવરણમાં ભારે પલટો આવતા. સમગ્ર ભાભર વિસ્તાર માં વાજગીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસતાં ભાભર તાલુકાના ખારા ગામે ચૌધરી લાલાભાઇ કમાભાઇ ના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ઠાકોર અશોજી ચમનજી ઠાકોર ની બે ભેંસો ઉપર ગતરાત્રિના અઢી વાગ્યા ના સુમારે આકાશી વીજળી ત્રાટકતા બંને ભેસો ના મોત થયા હતા. જેમાં અંદાજે રૂપિયા બે લાખની ભેસો મોત થયા છે જ્યારે એક ભેંસની પાડી લુંલી થતાં ખેત મજુર ભાગિયા તરીકે કામ કરતા ઠાકોર અશોકજી ચમનજી ના પરિવાર ઉપર આભ ફાટયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ખારા ગામ પાસે આવેલા મીઠા ગામે પણ બલોચ આલમખાન ખારેખાન ના રહેણાંક મકાનના પતરા ઉડયા હતા.

મહત્વનું છે કે અચાનક હવામાન મા પલટો આવ્યો હોવાના હવામાન વિભાગ તરફથી કોઈ આગાહી કરવામાં ના આવતાં, ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખેડૂત ની માંગ છેક અચાનક કુદરતી હવામાનમાં પલ્ટો આવતા ખેત ખેડૂત ની બે ભેંસો ના મોત થી પરિવાર ની આર્થિક કમર તૂટી ગઈ છે જેનું સરકાર સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી છે, જ્યારે મીઠા ગામે રહેણાંકના મકાનના પતારાઓ ઉડી જતાં ભારે મુશ્કેલી મા મુકાયા છે.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર 
ભાભર

Related posts

Leave a Comment