હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ
ઉના બાગાયત અધિકારીની કચેરી ફળરોપા ઉછેર કેન્દ્ર (મહોબત બાગ) અને ફળરોપા ઉછેર કેન્દ્ર કોડીનારમાં આંબા અને ચીકુની કલમ મેળવવા માટેની નોંધણી તા. ૧૫/૦૬/૨૦૨૧ નાં રોજ કરવામાં આવશે.
નોંધણી કરવા ઇચ્છતા ખેડૂતોએ ૮-અની નકલ, આધારકાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટો અને અરજી ફોર્મ લઇ નિયત કરેલ તારીખે અને સ્થળે આપવાનું રહેશે. તેમ બાગાયતી અધિકારી ફળરોપા ઉછેર કેન્દ્ર ઉના અને કોડીનારની યાદીમાં જણાવાયું છે.