હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,
ગીર સોમનાથ તા.૨૪, કોરોના વાયરસના સંક્રમણ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-૪ અને સરકારી હોસ્પિટલ-૧ તેમજ ૬૦ બેડની કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત છે.
સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૧૦૦ બેડની ઓક્સીજન સાથે 27 બેડ આઈસીયુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જ્યારે ખાનગી હોસ્પિટલમા આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ ખાતે -૩૦ બેડ ઓક્સીજન સાથે ૬ બેડ આઈસીયુ સાથે અને ૪ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. શ્રીજી હોસ્પિટલ વેરાવળ ખાતે ૨૧ બેડ જેમા ૧૯ બેડ ઓક્સીજન સાથે ૫ બેડ આઈસીયુ, ૨- વેન્ટીલેટર ઉપલબ્ધ છે. સોમનાથ હોસ્પિટલ વેરાવળ-૩૦ બેડ જેમા ૨૨ બેડ ઓક્સીજન સાથે ૬-બેડ આઈસીયુ સાથે ૧-વેલ્ટીલેટર ઉપલબ્ધ છે. અલિફ હોસ્પિટલ વેરાવળ-૩૦ બેડ સાથે ૨૫ બેડ ઓક્સીજન સાથે ૬-બેડ આઈસીયુ અને ૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. તેમ આરોગ્ય વિભાગ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ