રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અપહરણના ગુનામાં ૧૨ વર્ષથી વોન્ટેડ વૃદ્ધ આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પકડી પાડેલ છે

રાજકોટ,

રાજકોટ શહેરમાં પેરોલ જમ્પ કરીને અને વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમના P.S.I અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ખાનગીરાહે મળેલી હકીકત આધારે મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામનો અને હાલ રામાપીર ચોકડીએ શાસ્ત્રીનગરમાં રહેતા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ૨૦૦૯ ના અપહરણના ગુનામાં નાસતા ફરતા ચમનભાઈ નાનજીભાઈ ગોહિલ નામના ૫૯ વર્ષીય વૃદ્ધ આરોપીને ઘર નજીકથી ઝડપી લઇ વધુ તપાસ અર્થે ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment