હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૨૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ પર આવેલ ફિલ્ડમાર્શલ કારખાનામાં ત્રાટકે તે પૂર્વે રવિ કૌશિકભાઈ ચૌહાણ, અનિલ જયંતીભાઈ તાવીયા, વિશાલ કાબાભાઈ ધલવાણીયા અને રાહુલ રમેશભાઈ તાવીયાને દબોચી લીધા હતા. રવિ ચૌહાણ અને વિશાલ સાથે બેન્ક ઓફ બરોડામાં ચોરી કરવાના પ્રયાસમાં વિછિયાના ઓરી ગામનો દિપક બુધાભાઈ સરવૈયા સંડોવાયેલ હોય. તેને ઝડપી પાડવાની સૂચના અન્વયે D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન જયંતીભાઈ ગોહિલ અને અભિજીતસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે A.S.I બિપીનભાઈ ગઢવી, સી.એમ.ચાવડા, સંતોષભાઈ મોરી, અશોકભાઈ ડાંગર, ઇંદ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારુ સહિતના સ્ટાફે દિપક ચૌહાણને મહીકા ગામના પાટિયા પાસેથી દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ