દિયોદર ના યુવા કાર્યકરો દ્વારા ચક્કાજામ કરી પોલીસ કર્મીઓને આપ્યું સમર્થન

હિન્દ ન્યુઝ, દિયોદર

બનાસકાંઠા ના દિયોદર ની જાહેર જનતા પોલીસ ના પડખે ગ્રેડ પે સહિત ની અન્ય પોલીસ ની માંગણીઓ લઈ સરકારને રજુઆત રૂપે દિયોદર ખેમાણા ચોકડી પાસે આદર્શ હાઈસ્કૂલ ની સામે ચક્કા જામ કરી દિયોદર પ્રાંત કલેકટર અધિકારી એમ કે દેસાઈ ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસ ના સમર્થનમાં અનેક સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો બુદ્ધિજીવી વર્ગ દ્વારા પોલીસ ના સમર્થન માં ઠેરઠેર આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા ના દિયોદર માં પણ જાહેર જનતા દ્વારા આદર્શ હાઈશકુલ હાઇવે રોડ ઉપર ચકાજામ કરી પોલીસ સમર્થનમાં સુત્રોચાર સાથે હાઇવે જામ કર્યો હતો ત્યારબાદ ચાલતા પ્રાંત ઓફિસ રેલી સ્વરૂપે એકઠાં થઈ દિયોદર પ્રાંત કલેક્ટર એમ કે દેસાઈને આવેદનપત્ર આપી પોલીસને ન્યાય આપવા અને સરકાર સુધી રજૂઆતો પહોંચાડવા જણાવ્યું હતું ત્યારે દિયોદર નાયબ કલેકટર એમ કે દેસાઈએ પણ જાહેર જનતાની પોલીસ સમર્થન રજૂઆતો સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આ પ્રશંગે દિયોદર તાલુકા પંચાયત ના સદસ્ય સેવન્તિલાલ ઠક્કર, એડવોકેટ ભરતભાઇ ઠાકોર, યુથ કોંગ્રેસના પ્રમુખ બળદેવ બારોટ, કિશોરભાઈ ચૌહાણ, રતનસિંહ ભાટી, કલ્પેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઇ પટેલ સાહિતના જાહેર જનતા યુવાવર્ગ ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ : કલ્પેશ બારોટ, દિયોદર

Related posts

Leave a Comment