સમગ્ર રાજ્યમાં ગુહ મંત્રાલયની ગાઈડલાઇન મુજબ લોકડાઉન-૪ માં જાણો શું છૂટ-છાટ આપવામાં આવશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકારે લોકડાઉનને-૪ ૩૧મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ ઝોન. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય. રેસ્ટોરન્ટ હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે.

(૧)મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ

(૨)મેટ્રો સર્વિસ, સ્કૂલ, કોલેજ, હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો.

ધાર્મિક સ્થળો બંધ રહેશે.

સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બહાર ન નિકળવાનો પ્રતિબંધ યથાવત છે.

*નીચે મુજબની ગતિવિધિઓ શરૂ થઇ શકશે.

રાજ્યો વચ્ચે સહમતિ સાથે પેસેન્જર વાહન અને બસ સેવા શરૂ કરી શકાશે.

રાજ્ય સરકાર એ નક્કી કરી શકશે કે કયો વિસ્તાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે.

કન્ટેન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાતની સર્વિસ ચાલુ રાખવાની મંજૂરી મળશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment