જામનગરમાં દ્વારકાધીશના મંદિરે મેયર નું સન્માન કરતા ‘હિન્દુ સેના’

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર એટલે કે છોટીકાશી જ્યાં અનેક મંદિરોનું મહત્ત્વ છે અને ૪૦૦ વર્ષ જૂના મંદિરો પણ વિદ્યમાન છે. આવું જ કિશાન ચોક માં 300 વર્ષથી ઉપર શ્રી દ્વારકાધીશ નું મંદિર આવેલું છે. જ્યાં મંદિરની આસપાસ ચોખ્ખાઈ તેમજ સ્વચ્છતાને લઈ અને ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે ‘હિન્દુ સેના’ એ ખાસ આ મંદિરની ચોખ્ખાઈ કરી અને અગિયારસના દિવસે દ્વારકાધીશ ના ચરણે જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારીને આજ મંદિરના મુખ્યાજી રમેશભાઈ રજગોરના પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સમયે સામાજિક કાર્યકર નિલેશભાઈ શીણોજિયા (પટેલ), હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, શહેર પ્રમુખ દિપક પિલ્લે, ધીરેનનંદા સાથે વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર કેતન નાખવા હવેલી પાસે રહેતા સ્વદેશી જાગરણ મંચના શહેર સંયોજક કિશોરભાઈ દવે ની ઉપસ્થિતિ સાથે મંદિરમાં જીણોધાર તેમજ વિકાસ બાબતે વિસ્તૃત રીતે મેયર સાથે ચર્ચા-વિચારણા કરી માહિતગાર કર્યા હતા.

Related posts

Leave a Comment