તા. ૭ મી જુલાઇના રોજ મમતા દિવસને લઇને કોરોના વેક્સીનેશનની કામગીરી એક દિવસ પૂરતી મુલતવી રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

       રાજ્ય સરકાર દ્વારા માતા અને બાળકની શારિરીક તપાસ અને તેઓને વેક્સિનેશનથી સંરક્ષિત કરવાં માટે દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી તા. ૦૭ જુલાઈના રોજ રોજિંદા મમતા દિવસનું આયોજન હોવાથી કોવિડ -૧૯ વેક્સીનેશનની કામગીરી આ દિવસે પૂરતી બંધ રાખવામાં આવશે.

      તા. ૦૮ જુલાઈ ને ગુરુવાર થી દૈનિક કોવિડ -૧૯ વેક્સિનેશન કામગીરી નિયત સ્થળોએ યથાવત રીતે ચાલું રહેશે તેની જાહેર જનતાએ નોંધ લેવાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા ની યાદીમાં જણાવાયું છે.

વર્ષઃ ૨૦૨૧-૨૨ માટે ખેડૂતો પાસેથી બાગાયત ખાતાની ડ્રેગન ફ્રુટ (કમલમ ફ્રુટ)ની સહાય માટેની અરજીઓ મંગાવાઇ

નાયબ બાગાયત નિયામક, ભાવનગર, બાગાયત ખાતુ ગુજરાત રાજ્ય દ્વારા ખેડૂતો માટે બાગાયત ખાતાની ડ્રેગન ફ્રુટ (કમલમ ફ્રુટ)ની ખેતીમાં સહાય માટેની ઓનલાઈન અરજી નાણાકીય વર્ષઃ૨૦૨૧-૨૨ માટે તા. ૦૧-૦૭-૨૦૨૧ થી તા. ૩૧-૦૮-૨૦૨૧ સુધી www.ikhedut.gujarat.gov.in પર કરી શકાશે. રસ ધરાવતા ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો જેવાં કે, નિયત અરજી પત્રક, ૭/૧૨, ૮-અ, આધારકાર્ડ, રાશનકાર્ડ તથા બેંક પાસબુકની ઝેરોક્ષ સાથે દિવસ- ૭ માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનિકલ સ્કૂલ કંપાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગરના ફોન નં. ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરી શકે છે તેમ નાયબ બાગાયત નિયામક, ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની ભરતી માટે અરજીઓ મંગાવાઇ

પાલિતાણા તાલુકામાં નીચે જણાવેલ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની ખાલી પડેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ખાલી પડેલ આ જગ્યાઓમાં ૧૧-જુના લોઇંચડા, ૨૪- વિરપુર (પાલી), ૪૫-જીવાપુર, ૫૧ ચોંડા, ૬૬- રતનપર, ૬૯- બહાદુરગઢ, ૧૦૨- માઇધાર, ૧૦૪- વિઠ્ઠલવાડી, ૧૧૩- મોટી પાણીયાળી, ૧૧૬- નાની પાણીયાળી-૨, ૧૧૮- ડુંગરપુર(વાડી), ૧૦- સીટી ઝવેરચંદ મેઘાણી..આ ખાલી કેન્દ્રો પર સંચાલકોની ઉચ્ચક વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂંક કરવાની હોવાથી ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

     આ અંગે નિયત અરજી ફોર્મ મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણા ખાતે તા. ૦૮-૦૭-૨૦૨૧ થી કચેરી સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) મળી શકશે. અરજી ફોર્મ સંપૂર્ણ ભરી જરૂરી આધારો સાથે તા.૧૭-૦૭-૨૦૨૧ (કચેરી સમય દરમ્યાન) સુધીમાં મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી, પાલિતાણાને મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. તા. ૧૭-૦૭-૨૦૨૧ ના રોજ કચેરી સમય બાદ મળેલ અરજી તેમજ અધૂરી– અસ્પષ્ટ કે આધાર પુરાવા વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. સંચાલક તરીકે નિમણૂંક મેળવવા ઉમેદવાર એસ.એસ.સી. પાસ કે તેની સમક્ષ લાયકાત ધરાવતાં હોવાં જોઈએ તથા ઉમેદવાર જે- તે ગામના વતની હોવા જોઇશે. સંચાલક તરીકે નિમણૂંક પામનારની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષની તથા મહત્તમ મર્યાદા ૬૦ વર્ષની હોવી જોઈએ. લાયકાત ધરાવવામાં વિધવા, ત્યકતા તથા મહિલાઓને નિમણૂકમાં અગ્રતાક્રમ આપવામાં આવશે તેમ મામલતદાર, પાલીતાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

ઇ- વ્હીકલ માટે સહાયના ધોરણોનો લાભ મેળવી શકાશે

     ભાવનગર જિલ્લાની મોટરિંગ પબ્લિક તથા ઈલેક્ટ્રીક વાહનોનાં વિક્રેતાઓ જોગ જણાવવાનું કે, ગુજરાત રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવાં અને દેશની ઉર્જા સલામતીના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલીસી-૨૦૨૧, તા.૦૧-૦૭-૨૦૨૧ ના રોજથી અમલમાં આવેલ છે. આ પોલિસી અંતર્ગત નીચે મુજબના લાભો મળવાપાત્ર છે.

ક્રમ વાહનનો પ્રકાર બેટરી કેપેસીટી

કિલોવોટ (KHW) રાજ્ય દ્વારા આપવામાં આવેલ સબસીડીની રકમ (રૂા.) મળવાપાત્ર મહત્તમ સબસીડી પ્રોત્સાહન મેળવવા માટે અગાઉની મહત્તમ ફેક્ટરી કિંમત
૧. ટુ- વ્હીલર ૨ રૂા.૧૦,૦૦૦/- પ્રતિ કિલો વોટ રૂા.૨૦,૦૦૦/- પ્રતિ કિલો વોટ રૂા. ૧.૫ લાખ
૨. થ્રી- વ્હીલર ૫ રૂા.૧૦,૦૦૦/- પ્રતિ કિલો વોટ રૂા.૫૦,૦૦૦/- પ્રતિ કિલો વોટ રૂા. ૫ લાખ
૩. ફોર- વ્હીલર ૧૫ રૂા.૧૦,૦૦૦/- પ્રતિ કિલો વોટ રૂા.૧,૫૦,૦૦૦/- પ્રતિ કિલો વોટ રૂા. ૧૫ લાખ

     લાભાર્થીઓને મળવાપાત્ર સહાયનું મુખ્ય ધોરણ બેટરીની ક્ષમતા છે. બેટરીની ક્ષમતા તેમજ ઇ- વ્હીકલ સંબંધિત અન્ય માહિતી ભારત સરકારની વેબસાઈટ http://fame2.heavyindustry.gov.in/ModelUnderfame.aspx પરથી મેળવી સહાયના ધોરણો માટે બેટરી કેપેસિટી કિલોવોટ (KHW) ચકાસી શકાશે.

     અરજદાર ગુજરાત સરકારના ‘ડિજીટલ ગુજરાત’ પર પણ અરજી કરી શકશે. તેમજ ડિલર કક્ષાએથી પણ પાસબુક, ifsc કોડ, બેંકનો ખાતા નંબર મેળવી ડિલર કક્ષાએથી પણ અરજી કરી શકશે. ડિજિટલ ગુજરાત પર આ અરજીની મંજૂરીની કામગીરી આર.ટી.ઓ. કક્ષાએથી રહેશે.
આમ, ઉપરોક્ત વિગતે ઇલેક્ટ્રિક વાહનો ખરીદી સબસિડીનો લાભ લેવા જણાવવામાં આવે છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

તમાકુના વપરાશ માટે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલની સેલની મહત્વપૂર્ણ કામગીરી

વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી

ભાવનગર ખાતે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલની સેલની ડીસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટી તથા સ્ટિયરિંગ કમિટીના સંકલનમાં જિલ્લામાં તમાકુથી થતાં નુકશાનને અટકાવવાં માટે વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવી તે અંગેની જાગરૂકતાં લાવવામાં આવે છે.

એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી, ભાવનગર દ્વારા તમાકુથી થતાં નુકસાન અન્વયે અંગે વિવિધ કાર્યક્રમો અન્વયે જનજાગૃતિ અને તમાકુથી થતાં નુકસાનના મુદ્દા હેઠળ વિવિધ સ્થળો પર કુલ ૩૬ કાર્યક્રમ દ્વારા ૧,૬૩૪ વ્યક્તિઓ સુધી આ માટેનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. જેમાં ૪૦૭ આરોગ્ય કર્મચારીઓ, ૫૦ શિક્ષકો, ૪૫૩ કોલેજના વિદ્યાર્થીઓ ૫૭૪ આશાવર્કરો, ૭૦ આંગણવાડી વર્કરો સહભાગી થયાં હતાં.
આ માટે જિલ્લા અને તાલુકાની ખાનગી અને સરકારી શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ૧૪૧૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમને તેમને પ્રોત્સાહન રૂપી ભેટ પણ આપવામાં આવી હતી.

     તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત તપાસ સ્કવોડમાં રૂા. ૧૬,૧૦૦ અને વિવિધ કચેરીઓ દ્વારા કલમના ભંગ બદલ રૂા.૪૧,૪૦૦ રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. તમાકુ નિયંત્રણ માટે વિવિધ પ્રકારે પ્રકારે જનજાગૃતિ કરી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ (ખાસ કરીને એમ.એસ.ડબલ્યુ.) મારફતે ચોક્કસ વિસ્તારમાં શેરી નાટકો કરી તમાકુ નિષેધ માટે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. તમાકુમુક્ત શૈક્ષણિક સંકુલો અંગેના ઉપરાંત તમાકુથી થતાં નુકસાન અંગે શાળાના શિક્ષકો તથા આચાર્યશ્રીઓના સેનેટાઇઝેશન અંગેના કાર્યક્રમો કરવામાં આવે છે. તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના સેનેટાઈઝરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પોલીસ તાલીમના તાલીમાર્થીઓ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓના તમાકુ નિષેધ બાબતે કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા ખાતે યોજાતી માસિક ક્રાઈમ કોન્ફરન્સમાં COTPA અધિનિયમ- ૨૦૦૩ અને તમાકુ થી થતાં નુકસાન વિશે પોલીસ અધિકારીઓને અવગત કરાવવામાં આવે છે.
જિલ્લાના ૧૫૩ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને તમાકુ નિષેધ, વ્યસન મુક્તિ અને કેન્સર માટેના સ્ક્રિનિંગ સંદર્ભે વર્કશોપનું આયોજન કરીને DTCC પ્રોગ્રામમાં જોડાવાં માટેની પ્રેરણા પૂરી પાડી હતી.

      આ તમામ કાર્યક્રમોનું શાળા-કોલેજ ખૂલતાં કોરોના એપ્રોપ્રીયેટ બિહેવીયરને ધ્યાનમાં રાખીને અમલ કરવામાં આવશે. કોરોના એપ્રોપ્રીયેટ બિહેવીયરને પૂરા ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment