અરવલ્લી જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા ની કારોબારી બેઠક જિલ્લા ભાજપા કાર્યાલય-મોડાસા ખાતે યોજાઇ

હિન્દ ન્યુઝ, અરવલ્લી

       અરવલ્લી જિલ્લા ભાજપા, બક્ષીપંચ મોરચા ની બેઠક પ્રદેશ બક્ષીપંચ મોરચા ના મહામંત્રી મયંકભાઇ નાયક ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી મયંકભાઇ નાયક નું રાજસ્થાની પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે જિલ્લા મહામંત્રી હસમુખભાઇ પટેલ, ભીખાજી ઠાકોર, બક્ષીપંચ મોરચા પ્રમુખ સુરેશભાઇ ઠાકોર, મહામંત્રી આશિષભાઇ જએસ્વાલ, રંગુસિંહ પરમાર, કાર્યાલય મંત્રી અશ્વિનભાઇ પરમાર ની પ્રેરક ઉપસ્થીતિમાં બેઠક યોજાઇ હતી.

બેઠક અનુસંધાને જિલ્લા કારોબારી માં બક્ષીપંચ સમાજો પૈકી મોરચા માં વધુમાં વધુ સમાજો નો સમાવિષ્ટ થાય અને સૌ સમાજો થકી પાર્ટી નો વ્યાપ વધારવા અંગે અને આગામી દિવસોમાં પ્રદેશ ની સુચના મુજબ કાર્યક્રમો સુપેરે યોજાય તે અંગે ચર્ચાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જિલ્લા બક્ષીપંચ મોરચા ના મહામંત્રી આશિષભાઇ જએસ્વાલ દ્વારા સૌ ઉપસ્થિત મહાનુભઓનો આભાર માની બેઠક નું સમાપન કરાયું ત્યારબાદ દેવરાજ મંદિર પરીસર માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ, અરવલ્લી

Related posts

Leave a Comment