હિન્દ ન્યુઝ, દિયોદર
દિયોદર તાલુકાના ગામડાઓમાં કોરોના વેકસીન રસીકરણ નો કાર્યક્રમ યોજાયો હતો. દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રેજેશ વ્યાસ તેમજ રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના માર્ગદર્શન હેઠળ દિયોદર, વખા, બોડા, સુરાણા, મુલકપુર, જેવા ગામડાઓમાં રસીકરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 18 થી 44 તેમજ 45 થી 60 વર્ષ ના લોકો ને કોરોના વેકશીન અપવામાં આવી હતી. હજુએ 18 થી 44 વય ધરાવતા લક્ષ્યાંક 16334 જેટલા વય ના લોકો ને સમય માં આવરી લઈ રસીકરણ સંપૂર્ણ કરવામાં આવશે તેવી ખાત્રી પણ કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયા ના પરમાર (દાદાજી) , ફિરેસુ જોશી, રેખા બેન, તાલુકા સુપરવાઇઝર બી.બી.ભૂષા નાઓ ના સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર