હિન્દ ન્યુઝ, દિયોદર
દિયોદર તેમજ બીજા તાલુકાના ડોકટરો અને મેડિકલ ધરાવતા લાયસન્સ ધારકોને લાયસન્સ રીન્યુ કરાવવા માટે પાલનપુર ના ધક્કા ખાવા પડે છે. દિયોદર તાલુકામા વર્ષોથી નશા બંધી, આબકારી કચેરી આવેલી છે. દિયોદર નશા બંધી અને આબકારી કચેરી વાવ, સુઇંગામ, થરાદ, કોકરેજ તાલુકાના લાયસન્સ નવા જુના રિન્યુ અહીં કરવામાં આવતા હતા. જ્યાં સરકાર દ્વારા પોશ ડોડા, અફીણ, મેડીકલ સ્પિરિટ, આલ્કોહોલ, મીથાઈલ અલકોહોલ જેવા કેફી દ્રવ્યો ના બંધાણીઓ માટે અને પોશ ડોડા વેચાણ કરતા દુકાનના લાયસન્સ ધારકો માટે કચેરીએ લાયન્સ આપવામાં આવતા હતા. પણ સરકારના અથાગ પ્રયત્નો કરી પોશ ડોડા અફીણ જેવા કેફી નશીલા પદાર્થ પર પ્રતિબંધ મૂકતા લાયસન્સ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ મેડીકલ અને ડૉક્ટરોના દવાખાનાઓ માટે સ્પીરીટ માટેના લાયન્સ આપવાના ચાલુ છે. ત્યારે દિયોદર નશા બંધી અને આબકારી કચેરી છેલ્લા કેટલાક સમયથી ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા છે. દિયોદર તાલુકામાં ડૉક્ટરો ના સ્પિરિટ લાયસન્સ રિન્યુ માટે પાલનપુર નશા બંધી જિલ્લા કચેરીએ ધરમ ધક્કા ખાવા પડે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી દિયોદર નશા બંધી અને આબકારી કચેરીની બિલ્ડીંગ જૂની અને જર્જરીત ખંડેર હાલતમાં હોય. જ્યાં ભાડાના મકાનમાં કચેરી ચાલુ કરવામાં આવી છે. જે કેટલાય સમયથી બંધ હાલતમાં ઓફીસ બોર્ડ વગર જોવા મળી રહી છે. અહીં કોઈ ઓફીસ કે પટાવાળા કે કર્મીઓ ફરક્તા નથી. ત્યારે સરકાર દ્વારા કંડમ કરેલ ઓફીસ ની જગ્યાએ નવી કચેરીના ભાડા, લાઈટ બીલ, કર્મીઓ ના ટીએ, ડી એ, કચેરીની ઓફીસ ની ગાડીના કિલોમીટર કચેરી ની તિજોરી નો બોજ ક્યાં ઉધારવા મા આવે છે ? અનેક સવાલો લોક મુખે ચર્ચા રહ્યા છે. જિલ્લા નશા બંધી આબકારી કચેરી ના અધિકારીઓ સત્વરે ઓફીસ ચાલુ કરાવવા લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
એક ખાનગી ડૉક્ટર દ્રારા નામ ના આપવાના ની શરતે જણાવ્યું કે અમારા મેડીકલ સ્પિરિટ ના લાયસન્સ રિન્યુ કરવા માટે દિયોદર નશા બંધી અને આ બકારી કચેરી જૂની જર્જરિત હાલત મા હોય ઘણા સમયથી હાઇવે સ્થિત એક પ્રાઈવેટ સોપીંગ ની દુકાનમાં રાખવામાં આવી છે, જે કેટલાય સમયથી બંધ ઓફીસ બોર્ડ વગર જોવા મળી રહી છે. દિયોદર ના ડૉક્ટરો પોતાના સ્પિરિટ લાયન્સ માટે પાલનપુર ખાતે જિલ્લા નશા બંધી અને આબકારી કચેરીએ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. અહીં દિયોદર ખાતે ખાનગી ડૉક્ટર ૩૦ જેટલા પ્રેકટીસ કરે છે, દિયોદર તાલુકાના ગામોમાં ૧૫ થી ૨૦ જેટલા ડૉક્ટર સેવાઓ આપી રહ્યા છે. જેઓને લાયસન્સ રિન્યુ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.