ઉના ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મિટિંગ ઉના કન્યા શાળા નં.3 ખાતે ઉજવવામાં આવી

હિન્દ ન્યુઝ, ઉના

     ઉના ખાતે તા. ૦૫/૦૭/૨૦૨૧ ને સોમવારે સાંજે ચાર કલાકે શ્રી ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મિટિંગ ઉના કન્યા શાળા નં.3 ખાતે ગીર સોમનાથ જિલ્લાનાં કાર્યવાહક પ્રમુખ વજેસિંહભાઈ ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને અને ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી પરબતભાઇ ચાંડેરા, સિનિયર ઉપપ્રમુખ દેવાભાઇ સોલંકીનાં અતિથિ વિશેષ પદે મળેલી. જેમાં ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખપદે અરજણભાઇ લાખણોત્રા અને મહામંત્રી તરીકે ચંદ્રેશભાઇ ડાભીની વરણી કરવામાં આવી તેમજ ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની પણ રચના કરવામાં આવી. આ તકે તાલુકા સંઘનાં તમામ ડેલીગેટ મિત્રો તેમજ પે સેન્ટર શાળાઓનાં આચાર્યઓ અને શિક્ષકો ઉપસ્થિત રહેલ. ઉપસ્થિત સૌએ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની નવી ટીમ રચનાને ઉત્સાહભેર વધાવી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. શિક્ષકોનાં પડતર પ્રશ્નો જેવાકે, સી.પી.એફ., જૂની પેન્શન યોજનાનો અમલ, એલ.ટી.સી., જેવાં પ્રશ્નોનાં સત્વરે ઉકેલ તેમજ પડતી મુશ્કેલીઓનાં નિવારણ માટે સૌએ સંનિષ્ઠ પ્રયત્નો કરવાની તાતી જરૂરિયાત હોવાં ઉપર ભાર મૂકવામાં આવ્યો. મિટિંગનાં અંતમાં સૌ ભોજન લઈ ફરી જલ્દી મળવાની ભાવના લઈ છૂટાં પડ્યાં.

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Related posts

Leave a Comment