વલસાડ,
આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડાઇ લડી રહ્યું છે, ત્યારે આવા કપરા સમયમાં સમગ્ર ભારત દેશમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, લોકડાઉન થકી દેશના અનેક લોકોની હાલત અંત્યંત ગંભીર બની છે, જે માટે અનેક સંસ્થાઓ, સંગઠનો, ગ્રુપો અને એન.જી.ઓ. મદદે આવી રહ્યા છે, જે લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ વલસાડ વર્તુળ કચેરી અધિક્ષક ઈજનેર જી.ડી.ભૈયાની સુચના તેમજ ગાઈડલાઈન હેઠળ એક ટીમ તૈયાર કરી દરેક સબ ડિવિઝન ઓફિસને સેનેટાઈઝ કરી અને દરેક કર્મચારીના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે, ત્યારે નાનાપોઢા, કપરાડા, પારડી, ધરમપુર ની કચેરીઓ આજ રોજ સેનેટાઈઝ કરવામાં આવી હતી.
રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ