રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે શાકભાજી વિક્રેતાઓ માટે ૧૫૦૦ માસ્ક અને જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાને અપાયા

રાજકોટ,

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે શાકભાજી વિક્રેતાઓ માટે ૧૫૦૦ માસ્ક અને જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાને અપાયા

એપ્રિલ માસમાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ઉપલેટા ના ૨૩૦ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ

કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ,રાજકોટ દ્વારા ૨૭ એપ્રિલના રોજ રાજકોટ શહેરના શાકભાજી વિક્રેતા રેંકડીધારકો માટે ૧૫૦૦ માસ્ક ઉપરાંત જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યા હતા.

આ સિવાય પહેલી થી પચ્ચીસ એપ્રિલ સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓની કીટનું કુલ ૨૩૦ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના મફતીયાપરા,લક્ષ્મીનગર,ગોંડલ રોડ,ગાયત્રીનગર,મવડી પ્લોટ,કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર, આંબેડકર નગર,નાના મવા રોડમાં અને અમદાવાદમાં ૩૦,ભુજમાં ૪૫,ઉપલેટામાં ૨૫, અને માંડવીમાં ૧૧૦ ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા માર્ચ માસમાં પણ અમદાવાદ,ભુજ,માંડવી અને પારેવડા વિસ્તારમાં કુલ ૯૩૬ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment