દેવભૂમિ દ્વારકા દ્વારા ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન

દેવભૂમિ દ્વારકા,

આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ, ઓખા શહેર યુવા ભાજપ, દ્વારકા તાલુકા ભાજપ, શ્રી માધવ પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ ,સુરજકરાડી, ચેમ્બર ઓફ કોમર્સ, મીઠાપુર લોહાણા મહાજન મીઠાપુર સહયોગ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ નું આયોજન સુરાજકરાડી શીશુમંદિર ખાતે કરવામાં આવ્યું છે હતું. જેમાં ભાજપ યુવા ટીમ એ આ કોરોના ની અતિ વિકટ પરિસ્થિતિમાં પણ મહા રક્તદાન કેમ્પ નું- મહા આયોજન કરી અને ખુબ જ સરાહનીય કાર્ય કરી ને બતાવ્યું છે. આજના આ મહા રક્તદાન કેમ્પ માં આપણા લોકલાડીલા ધારાસભ્ય ની ખાસ વિશેષ ઉપસ્થિતિ હતી. જિલ્લા ભાજપ ની ટીમ પણ ઉપસ્થિત રહી હતી,

અને આપણા લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ એ પણ ખુબ ખુબ શુભેછાઓ પાઠવી હતી. અને એમને ભાજપ ની યુવા ટીમે (607)બ્લડ ની બોટલ કરી આપ્યું ને ખુબ સારુ એવુ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કોરોના ના આ કેર રૂપી વાયરસ ના વિનાશક સંકટ ની વચ્ચે પણ -સોસીયલ ડિસ્ટન્સ નો ખ્યાલ રાખી, અને ખુબ સારી રીતે આ મહા રક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો.

રિપોર્ટર : નરેંદ્રસિંહ જાડેજા, બ્યુરોચિફ, દેવભૂમિ દ્વારકા 

Related posts

Leave a Comment