રાજકોટ શહેર નાનામવા રોડ પર લુખ્ખાઓ બેફામ અજાણ્યા યુવાનોએ પાનની દુકાનના શટરમાં તલવારના ઘા ઝીક્યાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ નાનામવા રોડ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે અજાણ્યા યુવાનો હાથમાં તલવાર લઈને પાન મસાલાની દુકાને ધસી આવ્યા હતા. અને દુકાનમાંથી તમાકુની વસ્તુઓ ચોરી કરવાના ઈરાદે આ યુવાનોએ દુકાનનાં શટર પર તલવારોનાં ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. વીડિયો વાઈરલ થતાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. અને વાઈરલ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી હતી. લોકડાઉનને કારણે હવે ગુજરાતમાં તમાકુને લઈ હવે લોકોની ધીરજ ખુટી છે. અગાઉ ચોટીલામાં તમાકુ માટે ફાયરિંગની ઘટના સામે આવી હતી. ત્યારે આજે તલવારો લઈને યુવકો નીકળી પડવાની ઘટના સામે આવી છે. તેવામાં ગુજરાતમાં કોરોનાને પગલે લોકડાઉન લંબાવવામાં આવી શકે તેવી પણ સંભાવના છે. ત્યારે રાજ્યમાં આગામી સમયમાં બંધાણીઓને કેવી રીતે કાબૂમાં રાખવા તે પોલીસ અને પ્રશાસન માટે મોટો પ્રશ્ન બની રહેશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

 

Related posts

Leave a Comment