અમરેલી જીલ્લા ના સેવાડા ના તોરી ગામ કપરી પરિસ્થિતિયો નો સામનો કરવો પડે છે

અમરેલી,

અમરેલી જીલ્લા ના વડિયા તાલુકા ના તોરી ગામ થી જુનાગઢ જિલ્લા મા જતો રસ્તો લોકો માટે ચિંતા જનક થઈ ગયો છે. જેમાં હાલ રસ્તા ની હાલત મોટા અને ઉન્ડા ખાડા પડી ગયા છે અને રસ્તા ની બાજુ ની સાઈડ પાણી ના લીધે ધોવાઈ ગયું છે. વાહન ચાલકો ને મુસાફરી કરતી વખતે પોતાનુ વાહન કઈ બાજુ ચલાવુ તેનુ પણ કઈ ખબર પડતી નથી, તો પણ વહિવટી તંત્ર ઘૉર નિંદ્રા મા પોઢી પ્રજાના જીવન સાથે શુ કરવા માંગે છે? તે પ્રજા ને સમજાતુ નથી.

પ્રજા ના પ્રતિનિધિઓ તોરી ગામ ની મુલાકાત લઈ આવી ગંભીર પરસ્થિતિ નૅ ધ્યાન મા લઈને બેદરકારી અને તકલિફ દુર કરવા માટે આગળ આવે, એવી તોરી ગામ ની માજી સંરપસ બાબુ ભાઈ કોટડીયા તથા વિપુલભાઈ ડાંગર તથા મધુભાઈ મારકણા અને મુકેશભાઈ હરખાણી અને એમની ટીમ દ્રારા અમરેલી જિલ્લા પ્રતિનિધિઓ તેમજ પ્રજા ની માંગણીઓ છે.

 

રિપોર્ટર : વિશાલ કોટડીયા , અમરેલી

Related posts

Leave a Comment