ગઢડા,
કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે નાના માણસો જેમના રોજી રોજગાર બંધ છે એવા લોકો માટે ઢસા જંકશન માં શાક માર્કેટમાં, મોગલમંદિર માં, ગ્રાઉન્ડ માં સવાર – બપોરનું ભોજન બનાવીને અલગ અલગ વિસ્તાર પોહચાડી રહ્યા છે. આમાં કોઈ પણ દાતાના નામ આપવા માંગતા ના હોવાથી ‘મોગલ પરિવાર’ ના નામ થી કામ ચલાવે છે. દરરોજ બપોરે 100 ટિફિન તેમજ રાત્રે 100 ટિફિન પાર્સલ કરીને પોચાડવાની કામગીરી કરી રહ્યા છે. તેમજ આમાં જે કોઈ દાતાશ્રીઓ સેવા કરવાવાળા યુવાનો નિઃસ્વાર્થ પણે સેવા આપે છે. તેઓ એક જ ધ્યેય ધરાવે છે સંકટ સમય એ મનુષ્ય ની સેવા કરવી એના થી એકેય પુણ્ય જેવું મોટુ કામ નથી. ત્યારબાદ હડમતીયા મંદિર તરફ થી ટિફિન પાર્સલ માં અલગ થી ગુંદી ગાઠીયા પણ આવે છે.
આ કામગીરી તારીખ 05-05-2020 થી જ્યાં સુધી લોકડાઉન નહિ ખુલ્લે ત્યાં સુધી અન્નક્ષેત્ર ચાલુ રાખવાનો હાલ વિચારણા છે. આમ મોગલધામ પરિવાર જણાવેલ છે.
રિપોર્ટર : આશીફ રવાણી, ગઢડા