રાજકોટ શહેર શાપર-વેરાવળ નજીક જે સ્થિતિ પરપ્રાંતીય શ્રમિકોની થઈ એમાં તંત્રના સંકલનનો અભાવ જ જવાબદાર છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ શાપર-વેરાવળમાં જે ઘટના સર્જાઈ એમાં તો તંત્રના સંકલનનો જ અભાવ ઉડીને આંખે વળગે છે. શાપર વેરાવળમાં ઉદ્યોગોના સૌ કર્મચારીઓ, કારીગરોને કલેકટર તંત્ર દ્વારા કહેવાયું હતું કે આજે તેમને વતન મોકલશે. શાપર થી બસ ઉપડશે અને રેલવે સ્ટેશન લઈ જવાશે. ટ્રેન કેન્સલ થયા ની જાણ કોઈએ એમને કરી ન હોતી. અમુક પરપ્રાંતીય શ્રમિકો છેક ભુણાવા થી તેમજ અન્ય બીજા સ્થળોથી ચાલીને શાપર આવ્યા હતાં.

બસ પાસે પહોંચ્યા પછી એમને જાણ થઈ કે હવે જવાનું નથી. તેથી એમનો રોષ ભભૂકી ઉઠયો હતો. વતન જવાનું નક્કી થયું હતું ને ત્યાં અચાનક જ એ રદ થતાં લોકો નિરાશ થયા હતાં. આ પરપ્રાંતીય શ્રમિકો જે શાળામાં આશ્રય પામ્યા હતા. આખરે સ્થિતિ સાંભળવા તો પોલીસે જ આવવું પડ્યું હતું. કલેકટરનો સ્ટાફ ક્યાંય દેખાયો ન હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment