રાજકોટ શહેર ધો.૧૨ સાયન્સમાં ૮૪.૬૯% પરિણામ સાથે રાજકોટ જિલ્લો ગુજરાતમાં પ્રથમ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ૧૨ સાયન્સનું ૭૧.૩૪% પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ ૭૧.૬૯ અને છોકરીઓનું ૭૦.૮૫% રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે ૮૪.૬૯% પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. ધોરણ-૧૨ સાયન્સમાં ૧,૧૬,૬૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં ૮૩,૧૧૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ૩૩,૫૩૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિક નું પરિણામ ૧૦૦% આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સ નું ૭૨.૪૮% કેમેસ્ટ્રી નું ૭૨.૩૬% અને બાયોલોજી નું ૮૫.૯૯% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ ૯૮% આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment