ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા અે ૭ જેટલી ઇકો વાન ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, નર્મદા

                                     નર્મદા જીલ્લા ના દૂર ના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ધર આંગણે આવન જાવન સુવિધાઓ નો લાભ મળી રહે એ મિશન મંગલમ ની બહેનો આત્મ નિર્ભર બને તે હેતુથી ગામ વિકાસ એજન્સી ની દિન દયાળ અંતયોદય યોજના,

ગ્રામિણ આજીવિકા મિશન અન્વયે સાગબારા તાલુકાના ૭ જેટલા સ્વ સહાય જૂથોને જિલ્લા આયોજન મંડળ તરફથી પ્રાપ્ત ૪૯ વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૧૮/૨૦૧૯ અંતર્ગત ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા, પૂવૅ ધારાસભ્ય મોતીલાલ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલિયમ, પૂર્વ જિલ્લા પંચાયત ના પ્રમુખ મંજીભાઈ વસાવા, જિલ્લા લાઈવલી હૂડ મેનેજર આદિત્ય મીણા, સહિત મિશન મંગલમ ની બહેનો ની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત ભવન ના સંકુલ ખાતે રિબિન કાપી અંદાજે રૂપિયા ૩૨.૯૦.લાખના ખર્ચે નવી ૭ ઇકો વાન ને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment