મોરવાડા ચાર રસ્તા નજીક ઈંગ્લીશ દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી પલટી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા,

પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રીના સમયે સુઇગામ થી રાધનપુર તરફ દારૂ ભરી જતી સ્વીફ્ટ ગાડી નં.GJ 24 AF 6445 મોરવાડા ચાર રસ્તા નજીક રોડની સાઈડમાં પલટી ખાઈ ગયેલ,રોડની સાઈડની ઊંડી ચોકડીઓમાં પુરપાટ ગતિથી જતી સ્વીફ્ટ પલટી મારતા કારના ફુરચેફુરચા ઉડી ગયેલ, જેમાં ખીચોખીચ ભરેલ દારૂની પેટીઓમાંથી કાચની બોટલો તૂટી જતાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી, જોકે ગાડીનો ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, માહિતી મળતાં સુઇગામ પી.એસ.આઈ એચ.બી.પરમાર, અનાર્મ હે.કો.નિયાઝખાન, હે.કો.તગજીભાઈ, પો.કો.ઈશ્વરભાઈ, બબાભાઈ, રાજેશભાઇ, ત્રિકમભાઈ સહિતના સ્ટાફ સાથે પલટી ખાધેલ કાર નો કબજો લઈ સ્વીફ્ટ કારમાં તપાસ કરતાં તેમાંથી 1240 નંગ ભારતીય બનાવટનો દારૂ કી. રુ.1,24,000/-, તેમજ એક પીસ્ટલ અને 3 જીવતા કારટીસ કી. રૂ.15300/-સ્વીફ્ટ કાર કી. રૂ.2 લાખ મળી કુલ 339300/-નો મુદ્દામાલ કબજે લઈ સુઇગામ પો.સ્ટે, ગાડીના માલિક, ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન તેમજ શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. ઘટનાની જાણ થતાં થરાદ ડી.વાય.એસ.પી.એસ.કે.વાળા એ પણ મોરવાડા ની મુલાકાત લીધી હતી.


છેક સુઇગામ તાલુકાના મોરવાડા નજીક દારૂ થી ખીચોખીચ ભરેલી સ્વીફ્ટ ગાડી પલટી ખાઈ જાય પછી પોલીસ ને ખબર પડે, ત્યારે ખરેખર પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો પેદા થાય છે. રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં દારૂ ભરી ઘૂસતા વાહનો થરાદ, વાવ, સુઇગામ કે માવસરી પોલીસ સ્ટેશનની હદ માંથી ઘૂસપેઠ કરે, સાથે ઓટોમેટિક શસ્ત્ર-હથિયાર પણ હોય ત્યારે પોલીસ ચોકીઓ પર કેવી તપાસ થતી હશે, એ સવાલો ઉઠી રહ્યા છે, જોકે હવે દારૂની ખેપ મારતા બુટલેગરો પિસ્તોલ જેવાં હથિયારો પણ સાથે રાખે છે, જે પોલીસ માટે પણ ચિંતાનો વિષય છે.

રિપોર્ટર : મનુ પરમાર, બનાસકાંઠા

Related posts

Leave a Comment