કિસાનો ના હિત માટે લડત આપનાર ‘કિસાન એકતા સમિતિ’ ના અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ (તણસા) એ અખબારી યાદી માં જણાવ્યું

હિન્દ ન્યૂઝ, ભાવનગર

                                        ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂત નેતા દશરથસિંહ ને કેશોદ ખેડૂત સંમેલન મા પહોંચવા ન દિધા પણ હવે ગુજરાત સરકાર ને દશરથસિંહ એ ચેલેન્જ કરી છે કે રોક શકો તો રોક લો. ગુજરાત મા કાળા કાયદા વિશે સરકાર બોલવા નથી દેતા. તો ટુક સમય માં દિલ્હી કિસાન આંદોલન મા પહોચી ને બોલશે. કેશોદ માં ત્રણ કાળા ને લઈ બિનરાજકીય ખેડૂત સંમેલન યોજાયું. એવી રીતે દરેક તાલુકા એ યોજવામાં આવે. એવી કિસાન એકતા સમિતિ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ એ સંગઠન ના તમામ હોદેદારો ને સુચના પણ આપવામાં આવી.

                                           સરકારને સમર્થન કરનાર ના ઈશારે ચાલનારા ને ધારદાર સવાલો 1990 થી આજ સુધી માં ખાતર, દવા, બિયારણ ને ઓજારો ના ભાવ 4 ગણા થયા. તો મારા કિસાને પરસેવો પાડીને પકવેલ અનાજ, શાકભાજી કે ફળોનો ભાવ કેમ વધતો નથી ? કિસાન ને કોઈ પણ શાકભાજી કે ફળો વેચવાથી એક કિલોએ 10 રૂપિયાથી વધુ મળતા નથી. તો પછી દર વર્ષે આ જ શાકભાજી ને ફળો એક કિલોએ 100 રૂપિયા થી વધુ ના ભાવે કેમ વેચાય છે ? માસ્ક ના હોય તો 1000 રૂપિયા દંડ લેતી સરકાર કિસાનોની પેદાશો પર 1000% નફો લેતા કાળા બજારિયા ઉપર કેમ પગલાં નથી લેતી ?

                                             નફાનું ધોરણ 20% થી 25% હોય તો પછી કોઈ ચમરબંધી ને છોડીશું નહી. બણગાં ફૂંકતી સરકાર કાળા બજારિયાઓને કેમ નાથતી નથી ? કિસાનોને સિંચાઈ માટે હજારો તળાવો ને હજારો ચેક ડેમ કાગળ પર જ બની ગયા, તો 10000 કરોડથી વધુ પ્રજાના પરસેવાના ટેક્ષના નાણાં સરકારી તિજોરીમાં પરત કેમ લાવતા નથી ? કિસાન ને એક એકર જમીન પર એક લાખનું ધિરાણ મળે તો પછી એ જ જમીન બિલ્ડરો કે ઉદ્યોગપતિઓ ખરીદે તો તેમને એક એકરે 1 કરોડથી 100 કરોડની લોન શા માટે ? આજે ભારત સરકારના બજેટ થી અડધા રૂપિયા એટલે કે 12 લાખ કરોડથી વધુ રૂપિયા NPA એટલે કે નોન પરફોર્મીંગ એસેટ છે. જે માત્ર 50 ઉદ્યોગપતિઓ ના બેંકના લેણા બાકી છે ! જે લોન પરત આવવાની શક્યતા નથી. તો પણ આ ઉદ્યોગપતિઓનુ કરોડો રૂપિયાનું વ્યાજ માફ શા માટે ?

                                            કિસાન અવાર નવાર આંદોલન ધરણાં કરે છે કે અમને અમારા હકક નો પાક વિમો આપો. સરકાર ની સિસ્ટમ ની ખામી ને લીધે થયેલું દેવુ માથી મુક્તિ અપાવવા આવે એ સરકાર કયારે કરશે અને એક પણ ખેડૂત કે ખેડૂત આગેવાનો એ માંગણી જ નથી કરી કે કૃષિ કાનુન સુધારો કરવા માટે આવે તો છતાં પણ ત્રણ અધ્યાદેશ શું કામ લાવી સરકાર?

                                               કિસાન પોતાની જમીન માં કોઈ ફેક્ટરી નાખે બિનખેતી કરવા માટે સરકાર 40% જમીન મફતમાં કપાત શા માટે કરે છે ? કિસાનોની કપાત થયેલ જમીન ઉદ્યોગપતિઓ ને મફતના ભાવે શા માટે ખેરાત કરવામાં આવે છે ? આ અબજો રૂપિયા સરકારી તિજોરીમાં જમા નથી થતા તો કોના ખિસ્સામાં જાય છે ? બિલ્ડરો કે ઉદ્યોગપતિઓ બિનખેતી કર્યા પછી વર્ષો સુધી પડતર મુકી રાખે ત્યારે કેમ સરકાર કરતા નથી ? ખરાબાની કે પડતર લાખો હેકટર જમીન સમથળ કેમ કરતા નથી ? આવી લાખો હેક્ટર જમીન ગરીબોને કેમ વાવવા આપતા નથી ? સરકારને પણ 50% ભાગ મળે. આ આવક એક લાખ કરોડથી વધુ થાય. સરકારનુ બજેટ દોઢ ગણું થાય, તો આવા સુંદર ને શ્રેષ્ઠ વિચારો સરકારને કેમ આવતા નથી ? બજેટ વધે તો કોઈ નેતાના ખિસ્સામાં કમિશન ના આવે એટલે પ્રજા ને બેવકૂફ બનાવવા સિવાય બીજુ શું હોય ?

Related posts

Leave a Comment