હિન્દ ન્યૂઝ, કેવડિયા
કેવડિયા ખાતે રેલ્વેના વિવિધ પ્રોજેક્ટસ ના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા ગુજરાતના રાજ્યપાલ દેવવર્ત જી અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી નું પરંપરાગત આદિવાસી નુર્ત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો, મહન્તો દ્વારા વૈદિક મંત્રો નું ગાન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવારતજી તેમજ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા રેલવે સ્ટેશન પરિસાર ની મુલાકાત લીધી હતી. રેલ્વેના આધિકારીઓ એ નવીન રેલવે સ્ટેશન ની વિગતોથી બન્ને મહાનુભાવોને વાકેફ કર્યા હતા. દેશ ના સૌપ્રથમ ડોમ ગ્રીન બિલ્ડીંગ એવા આ રેલ્વેસ્ટેશન માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સરદાર સાહેબની 12 ફૂટ ઉંચી રેપ્લિકા મુકવામાં આવી છે. સ્ટેશન ખાતે વ્યુઇંગ ગેલેરી થી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો નજારો આ નવીન રેલવે સ્ટેશન માં સેલ્ફિ ઝોન, ગાર્ડન, બાળોકો માટે પ્લેયિંગ એરિયા, સાથે ફૂડ કોર્ટ અને પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ મહાનુભાવોની મુલાકાત સમયે છોટાઉદેપુરના સંસદ ગીતાબેન રાઠવા, મુખ્ય મંત્રીના અગ્ર સચિવ, કે.કૈલાશનાથન, સરદાર સરોવર નર્મદા નિગમ ના એમ.ડી.ડો. ગુપ્તા, વેસ્ટ્રન રેલ્વેના આલોક કન્સલ, નર્મદા કલેક્ટર ડી.એ.શાહ તથા રેલ્વેના આધિકારીઓ ઉપપસ્થિત રહ્યા હતા.