હિન્દ ન્યૂઝ, મોડાસા
મોડાસા કોલેજ મુખ્ય ગેટ ની બિલકુલ સામે પીક-અપ સ્ટેન્ડ થી કલન્દરી મસ્જિદ તરફ (સય્યદ કબ્રસ્તાન) બે સ્ટ્રીટ લાઈટ છેલ્લા ત્રણ માસ થી એટલે કે ઓક્ટોબર-૨૦ થી બન્ધ છે. અનેક સ્થાનિક અને જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા માં કમ્પ્લેન કરતા એવો જવાબ અપાય છે કે જી.ઈ.બી તેમના થાંબલા પર અમને લાઈટ કે વાયર લગાવવા દેતી નથી. આ રોડ પર દરરોજ રાત્રે સિમરન પાર્ક -આયેશા પાર્ક-બાગેફિરદોષ, ફેઝ રસુલ તેમજ શહેર ના અન્ય લોકો (ભાઈ-બહેનો) વૉકિંગ કરવા નીકળે છે. રાત્રે ટ્રક અને બીજા ભારે વાહક સાધનો અવરજવર કરતા હોઈ તે દરમ્યાન અકસ્માત તેમજ અંધારાનો ભય રહે છે .
શુક્રવાર તા-15-01-2021 કાર્યરત કોર્પોરેટર રફીકભાઇ શેખ (રાહુલ) સાથે વાત થઈ, એના 3 દિવસ માં શનિવાર અને રવિવાર હોવા છતાંય રવિવારે નગર પાલિકા ની ટીમ ગોઠવી આ પ્રોબ્લેમ સોલ્વ કર્યું. રફીક શેખ (રાહુલ) અને નગરપાલિકા માં રૂબરૂ જઇ યોગ્ય રજુવાત કરતા બન્ને બાજુ થી પોઝિટિવ જવાબ મળ્યો અને તવરિત આજે જ બન્ને લાઈટ ચાલુ થઇ ગયેલ છે. આવું બીજું કઈ જનહિત નો પ્રશ્ન હોય તો અમારી ટીમ ને રજુવાત કરવા વિનંતી.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા