હિન્દ ન્યૂઝ, કેવડિયા
કેવડિયા રેલવે સ્ટેશન તથા 8 નવી ટ્રેન નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરાવ્યો શુભારંભ. સરદાર સાહેબ ની વિશ્વ માં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસ કેવડિયા ના સંકલિત વિકાસ ના અનેક વિધ પ્રોજેક્ટ બાદ હવે એક નવા અધ્યાય નો શુભારંભ વડાપ્રધાન દ્વારા હસ્તે કરવાંમાં આવ્યો છે. કેવડિયા ખાતે મુખ્ય માર્ગે ઉપર તૈયાર થયેલા કેવડિયા રેલવે સ્ટેશન ના અદ્યતન બિલ્ડીંગ નું લોકાર્પણ, ડભોઇ જંક્સન તથા ચાણોદ રેલવે સ્ટેશન ને વડા પ્રધાન એ વરચુયલ શુભારંભ કરાવ્યો છે. સાથે સાથે 8 નવી ટ્રેનો ને પણ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો છે. આ શુભ પ્રસંગે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવ વર્તજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કેવડિયાને બ્રોડગેજ માર્ગે થી ભારતીય રેલ્વેના વિશાળ નેટવર્ક ની સાથે જોડવાની સાથે જ વારાણસી જંક્સન -કેવડિયા એક્સપ્રેસ, દાદર-કેવડિયા એક્સપ્રેસ, અમદાવાદ -કેવડિયા એક્સપ્રેસ, જન સતાપદી એક્સપ્રેસ, હઝરત નિઝામુદ્દીન કેવડિયા એક્સપ્રેસ, પ્રતાપનગર -કેવડિયા મેમુ તથા કેવડિયા પ્રતાપનગર મેમુ, એમ કુલ 8 ટ્રેનો નો આજથી શુભ આરંભ થયેલ છે. આ પ્રસંગે અમદાવાદ તથા વડોદરા થી સ્પેશ્યલ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું. જેમાં સામાજિક આગેવાનો, સરદાર સાહેબના પરિવારજનો, પદ્મશ્રી, પાદવિભૂષણ, પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતાઓ કલા સહિતયના અગ્રણીયો તેમજ પ્રવાસન ક્ષત્રના આગેવાનો સહીત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, જાણીતા ઉદ્યાગપતિઓ, કેણવણીકારો, પ્રિન્ટ મીડિયાના આગેવાનો આ ટ્રેનમાં ખાસ મહાનુભાવોએ પ્રવાસ કર્યો હતો.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા