ભાભર વીજકંપની ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

હિન્દ ન્યૂઝ, ભાભર

વીજકર્મચારીઓની છેલ્લા પાંચ વર્ષની સાતમાં નાણાપંચ માં ભથ્થાંની માંગણીઓ ન સંતોષાતા હડતાળ ની ચિમકી ઉચ્ચારી છે.  સાત વીજ કંપનીઓ દ્વારા બનાવાયેલ સંગઠન ગુજરાત ઉર્જા સંયુક્ત સમિતિ ના નેજા હેઠળ  વીજકંપની વીજ કર્મચારીઓની  છેલ્લા પાંચ વર્ષથી નડતર પડેલી સાતમાં નાણાપંચના ભથ્થાંની માંગણીઓ સંતોષાતી ન હતી. જેના કારણે સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે આજે ભાભર ના પચાસ વીજકંપની ના  કર્મચારીઓ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું. માંગણીઓ નહીં સંતોષાય તો સાત વીજકંપનીઓના અંદાજે પંચાવન હજાર કર્મચારીઓ દ્વારા  તા.૧૭/૧/૨૧ થી તા.૨૦/૧/૨૧ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ તા.૨૧/૧/૨૧ ના રોજ માસ સીએલ મુકી હડતાળ ઉપર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી છે. આ કર્મચારીઓ દ્વારા કોરોના મહામારી સમયે સતત કામગીરી કરી હતી છતાં નોંધ લીધી નથી અને તેમની પાંચ વર્ષ જૂની માંગણીઓ સરકાર દ્વારા સંતોષવા આવતી નથી. જેના કારણે વીજ કર્મચારીઓ  લાલઘૂમ થઈ ગયા છે. વધુ માં જાણવા મળ્યું હતું કે જો સરકાર દ્વારા તા.૨૧/૧/૨૧ સુધી નડતર માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો સંગઠનના તમામ વીજ કર્મચારીઓની ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ન્યાય ની માંગણી કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. 

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment