છાપી ગામના ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને સોલાર લાઈટોનું વિતરણ કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, છાપી

બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી ગામના મુળ વતની અને હાલ માં મુંબઈ ખાતે રહેતા સોહેલ ઉસ્માન નેદરીયા એ માનવ સેવા એજ પ્રભુ સેવા ની ઉત્તમ કામગીરી કરતા લોકો ના દિલ માં એક આગવું સ્થાન મેળવેલ છે. ગરીબ લોકોમાં લોકડાઉન થી લઇ અને આજ સુધી લોક સેવા કરી ગરીબ લોકોને જરૂરિયાત મુજબ રાસન કિટો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુંબઈ મા નોકરી-ધંધાના કામ અર્થે રહેતા સોહેલ ઉસ્માન નેદરીયા એ લોકડાઉન થયું તે દિવસથી મનમાં એક વિચાર આવ્યો હતો કે કુદરતે તેમને જે આપ્યું છે તેમાંથી લોકોને કંઈક મદદરૂપ થાય તે માટે થઈ મુંબઈના ઘણા વિસ્તારોમાં પોતાના સ્વખર્ચે સેવા ચાલુ કરી હતી. જેને પોતાના ટ્વિટર અને સોસીયલ મીડિયા મારફતે લોકો સમક્ષ મૂકતા તેમના મિત્ર વર્તુળ તેમજ જુદા જુદા લોકો દ્વારા તેમની સરાહના કરી બીજા લોકો પણ આ માનવ સેવા ના કામ માં જોડાવા લાગ્યા હતા. જેમાં તેમના સાથી મિત્ર સીરીન અગ્રવાલ અને લીફ્ટ ટુ ગીફ્ટ ઓર્ગેનાઈજર દ્વારા તેમને મદદ પણ મળી હતી. જેમના દ્વારા આજ દિન સુધીમાં તેઓ દ્વારા ત્રણ હજાર કરતાં વધુ ગરીબ પરિવારોને રાસન કીટ આપવાનું સરાહનીય કામગીરી કરેલ છે. તેમજ એક દિવસ પોતાના માદરે વતન છાપી માં પોતાની માટી નું રૂણ ચુકવવા માટે તેઓ દ્વારા આ સેવા છાપી ખાતે પણ ચાલુ કરવામાં આવી હતી. જેમાં છાપી ની એક ઝુપડપટ્ટીમાં તેઓની મુલાકાત દરમિયાન તેઓએ જોયું હતું કે આ ઝુપડપટ્ટીમાં રાત્રી દરમ્યાન લાઈટ ન હોવાથી લોકોને બહુ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. જેમને લઈ તેમના મિત્ર વર્તુળ માં અને પોતે સ્વૈચ્છીક પણ મદદ કરવા માટે આગળ આવ્યા હતા. છાપી અને હાઇવે વિસ્તારમાં આવેલ તમામ ઝૂંપડપટ્ટીઓમાં સોહેલભાઈ દ્વારા સોલાર લાઇટ વિતરણ કરવામાં આવી હતી અને આ લાઇટના અજવાળે તેમના બાળકો અભ્યાસ કરી શકે અને જીવનની પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે તેમને એક આગવું અને સરાહનીય કામગીરી શરૂ કરી હતી. જેને લઇ આ ઝુંપડપટ્ટી વિસ્તારનાં લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. આજ દિન સુધીમાં આશરે સો જેટલી સોલાર લાઈટ નું વિતરણ કરવામાં આવ્યું છે. જે કામગીરીમાં છાપીના ઈલિયાસ નેદરીયા, અબ્દુલહક પટેલ અને યુનુસ નેદરીયા મદદરૂપ થઇ અને આ માનવસેવા એજ પ્રભુ સેવા એ સુત્ર ને સાર્થક કરી હતી. છાપી વિસ્તારના ઘણા ગરીબ અને વંચિત લોકો સુધી પણ સોહેબભાઈ નેદરીયા તેમજ તેમની છાપી ની ટીમ દ્વારા રાસન કિટ નું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : સાકિર નેદરીયા, વડગામ

Related posts

Leave a Comment