મહિસાગરજિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, મહિસાગર

    મહિસાગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક અધિક નિવાસી કલેક્ટર એ.આઇ.સુથારની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનો સ્થળફેર કરવા અંગે આવેલ અરજીઓની સમીક્ષા, એપ્રિલ-૨૨ સુધી રેશન કાર્ડની વિગતો અને જિલ્લામાં એપ્રિલ-૨૦૨૨ માસમાં રેગ્યુલર તથા પી.એમ.જી.કે.એ.વાય વિતરણ અંગેની વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન, કરીયાણા એશોસીએશન પ્રમુખ મુળજીભાઇ રાણા, વ્યાજબી ભાવની દુકાનના પ્રતિનિધિ સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment