હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહે એક જાહેરનામા દ્વારા બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ટ્રાફિક્ના નિયંત્રણ માટે વાહનોના આવાગમન તેમજ વાહનોના પાર્કિંગ માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યાા પ્રમાણે રેલ્વે સ્ટેશન રોડ, નવનિર્મિત અન્ડબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસ થી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર, કરમશી ભવાન કિરાણા સ્ટોર – તરાના પાનથી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે.
આ ઊપરાંત હવેલી ચોકથી દિન-દયાળચોક અને હિરા બજારમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ફકત એક બાજુ દ્રી-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે, પીક – અવર્સ દરમ્યાન એટલે કે સવારના ૧૦-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક તથા સાંજે ૧૬-૦૦ કલાકથી ૨૦-૦૦ કલાક સુધી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર : સંજ્ય ડણીયા, બોટાદ