થરાદ પોલીસ સ્ટેશનની હદના પીલુડા ગામની સીમમાંથી બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી આર.આર.સેલ સરહદી રેન્જ ભુજ

હિન્દ ન્યૂઝ, થરાદ,

IGP જે.આર.મોરથલીયા સા.સરહદી રેન્જ ભુજ કચ્છ માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભુજ સાયબર સેલના પો.ઇન્સ બી.એસ.સુથાર તથા આર.આર.સેલના પો.સ.ઇ પી.કે ઝાલા નાઓની દારૂ તથા જુગારની ગે.કા. કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા તેમની સુચના તથા માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ સરહદી રેન્જ કચ્છ ભુજના અ.હેડ.કોન્સ ભુરાજી નાગજી તથા આ.પો.કોન્સ પ્રકાશચંદ્ર અમૃતલાલ તથા અ.પો.કો અમરતભાઇ હાથીભાઇ નાઓ થરાદ પો.સ્ટેના પીલુડા હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પીલુડા તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડી શંકાશ્પદ હાલતમાં આવી રહેલ છે. જે હકીકત આધારે વોચમાં હતા. તે દરમ્યાન હકીકત વાળી બોલેરો ગાડી આવતા પોલીસ નાકાબંધી જોતા ગાડીના ચાલકે થોડે દુરથી ગાડી વળતી કરી નારોલી બાજુના રોડ તરફ ભગાડેલી અને આગળ જતા પશુઓ આવતા બોલેરો ગાડીના ચાલકે ગાડી ઉપરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં બાવળોની જાડીમાં ઇલેક્ટ્રીક વીજ લાઇનના થાંભલાને અથડાવી ગાડી ચાલક ગાડી મુકીનાશી ગયેલ અને ગાડી પંચો રૂબરૂ તપાસ કરતા બોલેરો ગાડી રજી નં. જી.જે ૧૨ ડી.એસ ૪૬૫૩ માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયટ ટીન કુલ નંગ-૧૫૦૭ જેની કુલ કી રૂ.૧૫૦૭૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ તથા પકડાયેલ બોલેરો ગાડીના રજીસ્ટ્રેશન નંબરની ઇજગુજકોપમાં ખાત્રી કરતા સદરહું પકડાયેલ વાહનના એન્જીન નંબર ચેચીસ નંબર સાથે મેચ થતા ના હોઇ અને તે ગાડી માંથી એક બીજી છુટી નંબર પ્લેટમળી આવેલ જે નો આર.ટી.ઓ રજી નં. આર.જે ૦૪ ટી.એ ૫૦૯૫ જેથી જેના વાહન માલીકની તપાસ કરતા તે શંકરલાલ રામારામ રહે. ચમ્પા બેરી બામરલા તા. ચોટન ડિ. બારમેર વાળાના નામે હોવાનું જણાઇ આવેલ અને આ ગાડીના ચાલકે ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુજરાત રાજ્યમાં ઘુસાડવા તેની બોલેરો ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાડી તેના ગફલતભરી રીતેના ડ્રાયવિંગના લીધે ઇલેક્ટ્રીક વીજ થાંભલાને નુકશના કરી નાશી ગયેલ હોઇ બોલેરો ગાડીના ચાલક વિરૂદ્ધ ઇ.પી.કો ક.૪૬૭,૪૭૧,૪૨૭ તથા પ્રોહી એક્ટ ક. ક.૬૫એઇ, ૧૧૬(બી), ૯૮(૨) મુજબની વાહનના ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment