હિન્દ ન્યુઝ, અમદાબાદ
અમદાવાદ શહેરના ઝોન – ૫ના નાયબ પોલીસ કમિશનરશ્રીની અખબારી યાદી અનુસાર અમદાવાદ અધિકસત્ર ન્યાયાધીશ કોર્ટ નં – ૩૧૧, અમદાવાદ ગ્રામ્ય ખાતે સ્પે. પોક્સો કેસ નં. ૨૦/૨૦૨૧ (ક્રિ.જા.નં. ૫૯૮/૨૦૨૨ તા.૧૬/૧૧/૨૦૨૨)ના આરોપી નામે દિલીપભાઈ સ/ઓ ગલાભાઈ ખાતરાભાઈ જાતે ડામોરને હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર આરોપી નામે દિલીપભાઈ સ/ઓ ગલાભાઈ ખાતરાભાઈ જાતે ડામોર રહેવાસી ગામ-બાઠીવાડા, અજુના હિરોલા, તા. મેઘરજ, જી. અરવલ્લી વિરુધ્ધ કોર્ટમા કેસ ચાલવા ઉપર છે. જેની ઉપર નિકોલ પોલીસ સ્ટેશનમાં સ્પે. પોક્સો કેસ નં – ૨૦/૨૦૨૧ આઈપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૩), ૨૦૧ તથા પોક્સો એક્ટની કલમ ૩(એ),૪,૫(એલ) અનુસાર સજાપાત્ર ગુનો નોંધાયેલ છે. અથવા એવો ગુનો કરેલો હોય તેવો શક છે. જે સજાપાત્ર ગુનો બને છે અને આ કામનો આરોપી ઘણા સમયથી મુદતે નામદાર કોર્ટ સમક્ષ રહેતા નથી. અને નાસતા ફરે છે. (અથવા તો સદર ગિરફ્તારી વોરંટની બજવણી અટકાવવા માટે તેણે પોતાની જાતને છુપાવી દીધેલ છે.) આથી નામદાર જજએ આરોપી વિરુદ્ધ CRPC ની કલમ ૮૨ મુજબની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.
Post Views:
84
