સુરતમાં શાળા સંચાલકોની ફી ભરાવવા દબાણ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલો સામે કર્યો વિરોધ

સુરત,

સુરતમાં શિક્ષણ માફિયાઓની દાદાગીરી સતત સામે આવી રહી છે. ત્યારે કોરોના મહામારીમાં સરકાર દ્વારા એક એક કરીને તમામ વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પણ શાળા શરુ કરવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં નથી આવી. ત્યારે શાળા દ્વારા ફી અંગે વાલીઓ પર સતત દબાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારે સરકાર દ્વારા ફી અંગે વાલીઓ પર દબાણ નહિ કરવાની શાળા સંચાલકોને સરકારે સૂચના આપી છે. ત્યારે સુરતના શિક્ષણ માફિયા એવા શાળા સંંચાલકો સરકારના નિયમોને ઘોરીને પી ગયા છે અને ફી ભરવા અંગે દાબાણ કરી રહ્યા છે. આ સાથે સાથે ફી નહિ ભરતા અનેક બાળકોનું ઓનલાઇન શિક્ષણ પણ અટકાવવામાં આવ્યુ છે. ત્યારે આજે સુરતની 3 શાળાના વાલીઓ વિરોધ નોંધાવ્યો છે.
પીપલોદ વિસ્તરમાં આવેલી ઉમરીગર સ્કુલમાં બાળકોને ઓનલાઇન શિક્ષણના નામે વીડિયો મોકલી આપે છે. બાળકોને અભ્યાસ તો કરાવતા નથી અને સતત ફી માટે દબાણ કરવામાં આવે છે. ફી નહિ ભરનાર વાલીઓના બાળકોને ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવતું નથી. જેને લઈને આજે શાળા પર એકત્ર થયેલા વાલીઓએ વિરોધ નોંધાવી જ્યારથી શાળા શરૂ થશે ત્યારથી ફી આપવાની વાત કરી છે.
વેસુ વિસ્તારમાં આવેલી અગ્રવાલ વિદ્યાવિહાર શાળામાં પણ આજ રીતે વાલીઓને ફીને લઇને સતત દબાણ કરવામાં અવે છે. અહીંયા પણ વાલીઓએ આવીને વિરોધ નોધાવ્યો છે. બાળકોને શાળામાંથી કાઢી મૂકવાની વાત કરીને ગભરાવામાં આવે છે.

જોકે, આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા તે પણ વાલીઓની વાત સાંભળવાની જગ્યા પર શાળા સંચાલકોની તરફેણમાં વાત કરતા આજે વાલીઓ દ્વારા શાળાની બહાર વિરોધ નોંધવામાં આવ્યો હતો.
સુરતમાં આવેલી વેસુની એસ ડી જૈન જે છેલ્લા 3 વર્ષથી વિવાદોમા સતત આવેતી રહે છે. જોકે બે દિવસ પહેલા પણ આ શાળાના વિધાર્થી સ્કૂલ યુનિફોર્મમાં અલગ પ્લે કાળ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ઑફીસ બહારથી વિરોધ નોધાવ્યો હતો. ફરિયાદ કરવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ પગલાં નહિ લેતા આજે આજ બાળકોએ ફરી વિરોધ નોંધાવી શિક્ષણ માફિયાઓનું રાજ ગુજરાતમાં છે તેવું સાબિત કરી બતાવ્યુ છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ , સુરત

 

Related posts

Leave a Comment